Crime/ મુશ્કેલીના સમયમાં મિત્રની મદદ લેવી યુવતીને પડી ભારે.. વાંચો શું થયું

અમદાવાદ શહેરમાં એક યુવતીને યુવક સાથેની મિત્રતા કરવાનું ત્યારે ભારે પડી ગયું. ઇન્સ્ટાગ્રામ પર ખરાબ મેસેજો આવતા યુવતીએ પોતાના યુવક મિત્રની મદદ લીધી હતી. આ દરમિયાન તેના પુરુષ મિત્રએ તેના ફોનમાંથી ક્યૂઆર કોડ મેળવી લીધો અને એકાઉન્ટમાંથી થોડા થોડા કરીને 1.20 લાખ રૂપિયા ઉઠાવી લીધા. જ્યારે યુવતીને માલુમ પડ્યુ ત્યારે તેના એકાઉન્ટમાં મા્ત્ર 2 હજાર […]

Ahmedabad Gujarat
instagram મુશ્કેલીના સમયમાં મિત્રની મદદ લેવી યુવતીને પડી ભારે.. વાંચો શું થયું

અમદાવાદ શહેરમાં એક યુવતીને યુવક સાથેની મિત્રતા કરવાનું ત્યારે ભારે પડી ગયું. ઇન્સ્ટાગ્રામ પર ખરાબ મેસેજો આવતા યુવતીએ પોતાના યુવક મિત્રની મદદ લીધી હતી. આ દરમિયાન તેના પુરુષ મિત્રએ તેના ફોનમાંથી ક્યૂઆર કોડ મેળવી લીધો અને એકાઉન્ટમાંથી થોડા થોડા કરીને 1.20 લાખ રૂપિયા ઉઠાવી લીધા. જ્યારે યુવતીને માલુમ પડ્યુ ત્યારે તેના એકાઉન્ટમાં મા્ત્ર 2 હજાર રૂપિયાનું બેલેન્સ પડ્યું હતું. જે બાદ યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના મિત્ર જય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ યુવતી ઇન્સ્ટાગ્રામ પર ખરાબ મેસેજો અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આ જ યુવક મિત્ર આરોપી નીકળ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

સૈજપુર બોઘા ખાતે રહેતા 23 વર્ષની એક યુવતી નવરંગપુરા ખાતે આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરે છે. તેનું એક ખાનગી બેંકમાં એકાઉન્ટ છે અને તેનો ઉપયોગ તે એકલા કરે છે. સાથે સાથે તે ગૂગલ પેનો ઉપયોગ કરતી હોવાથી એકાઉન્ટને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરેલું છે. ગત સપ્ટેમ્બર 2020ના રોજ તે સાંજે નોકરીથી ઘરે જતી હતી. ત્યારે નવરંગપુરા બસસ્ટેન્ડ પાસે પહોંચતા જ એકાઉન્ટની વિગત ફોનમાં જોતા માત્ર બે હજાર રૂપિયા બેલેન્સ જોવા મળ્યું. જોકે હકીકતમાં 1.15 લાખ રૂપિયા બેલેન્સ હતું. પણ બાકીના નાણાં એકાઉન્ટમાંથી ગાયબ થતા તે ઓફિસે પહોંચી અને બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું.