Amreli News/ ગીરના સિંહો ગામમાં ઘૂસ્યા: ધારીના માલસીકામાં ઝરમર વરસાદ વચ્ચે પશુનો શિકાર

Gir Lion Attack: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામમાં બે સિંહણ અને ત્રણ બચ્ચાં સહિતનો સિંહ પરિવાર ગામમાં ઘૂસ્યો અને પશુનો શિકાર કર્યો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Top Stories Others Trending
Gir Lion Attack: વરસાદ વચ્ચે પશુનો શિકાર

Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામમાં (Malsika Village) વરસાદી માહોલ દરમિયાન સિંહ પરિવાર ગામમાં ઘૂસી આવતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી. પાણીના ટાંકા નજીક પહોંચી આવેલા સિંહોએ ગામમાં રહેલા એક પશુ પર હુમલો કરીને (Gir Lion Attack) તેનો શિકાર કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓમાં ઉત્સુકતા તો સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gir Lion Attack: 2 સિંહણ અને 3 બચ્ચાં સાથે કર્યું શિકાર

પ્રાપ્ત માહિતી મુજબ, માલસીકા ગામમાં આવેલા સિંહ પરિવારમાં (Lion Family) બે સિંહણ અને ત્રણ સિંહબાળ સામેલ હતા. ઝરમર વરસાદ વચ્ચે સિંહોએ ગામમાં ફરતા એક પશુને નિશાન બનાવી પળવારમાં તેનો શિકાર કર્યો હતો. વરસાદ હોવા છતાં સિંહ પરિવાર સંપૂર્ણ નિરાંતે ગામમાં ફરી રહ્યો હતો.

Gir Lion Attack: વરસાદ વચ્ચે પશુનો શિકાર

શિકાર બાદ વરસાદમાં જ માણી મિજબાની

પશુનું મારણ કર્યા બાદ સિંહણ અને તેના બચ્ચાઓએ વરસાદી માહોલ વચ્ચે જ શિકારની મિજબાની માણી હતી. ગામની અંદર જ સિંહ પરિવાર નિર્ભય રીતે શિકાર ખાતો હોય તેવા દૃશ્યો સ્થાનિકોએ મોબાઇલમાં (Lion Video Viral) કેદ કર્યા હતા, જે હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ગ્રામજનોમાં ચિંતા, સાવચેતી રાખવાની અપીલ

ગામમાં સિંહોની સતત અવરજવર અને રહેણાંક વિસ્તારમાં શિકારની ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વધી છે. વન વિભાગ દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને ગ્રામજનોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: દેશભરમાં વરસાદનો કહેર: ગુજરાતથી કાશ્મીર સુધી પૂર-ભૂસ્ખલનથી હાલત બેકાબૂ, અનેક રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં કરુણ અકસ્માત! તલાવડીમાં ડૂબી 9 વર્ષની બાળકીનું મોત, બે દિવસમાં બીજી દુર્ઘટનાથી ચકચાર

આ પણ વાંચો: વરસાદે ખોલી વિકાસકાર્યોની પોલ! ખંભાતની નહેરની દિવાલ ધરાશાયી, સંખેડામાં રૂ.1.21 કરોડનો રોડ ધોવાયો, વાંકાનેરમાં પ્લે હાઉસની દિવાલ તૂટી