ભુજ/ BSF હેડ ક્વાર્ટરમાંથી ગદ્દાર BSFનો કોન્સ્ટેબલ ઝડપાયો

કચ્છ સીમાની જાસૂસી કરતા BSF ના કોન્સ્ટેબલને ગુજરાત ATSની ટીમે ઝડપી પાડતા ભારે ચકચાર મચી ગઈ છે. ગાંધીધામની બટાલિયનમાં ફરજ બજાવતો કાશ્મીરી જવાન સીમાની જાસૂસી કરી દુશમન દેશને આપતો હતો

Top Stories Gujarat Others Trending

ભારત – પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છ સીમાની જાસૂસી કરતા BSF ના કોન્સ્ટેબલ ને ગુજરાત ATSની ટીમે ઝડપી પાડતા ભારે ચકચાર મચી ગઈ છે. ગાંધીધામની બટાલિયનમાં ફરજ બજાવતો કાશ્મીરી જવાન સીમાની જાસૂસી કરી દુશમન દેશને આપતો હતો અને આ બદલે રૂપિયા મેળવતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

ATS દ્વારા ભુજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કચેરીએ સતાવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું કે, ભુજ BSF  સ્ટેશનના હેડ ક્વાર્ટરમાંથી આ ગદ્દાર BSF નો કોન્સ્ટેબલ ઝડપાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ATS ના અધિકારીઓને આધારભૂત સુત્રો પાસેથી મળેલી બાતમીને આધારે સજ્જાદ મોહમ્મદ ઈમ્તીયાઝની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના સરૂલામાં રહેતો અને હાલ ગાંધીધામની બીએસએફ બટાલિયન 74 એ કંપનમાં ફરજ બજાવે છે.

જે BSF ની ગુપ્ત માહિતી પોતાના મોબાઈલમાં વોટ્સએપ મારફતે દુશ્મન દેશમાં મોકલતો હતો. અને તેના બદલામાં રૂપિયા મેળવીને દેશ વિરોધી પ્રવૃતિ આચરતો હતો. સજ્જાદ ગુપ્ત માહિતી બદલ તેના ભાઈ વાજીદ તેમજ તેની સાથે નોકરી કરતા મિત્ર ઈકબાન રસીદના ખાતામાં નાણા જમા કરાવીને મેળવતો હતો. ત્યારે ATS ના અધિકારીઓએ આજે ભુજ BSF  હેડ ક્વાટરમાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો.

તેની પાસેથી બે મોબાઈલ તેમજ વધારાના બે સીમકાર્ડ મળી આવ્યા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં રહેતો આ જવાન બે મહિના પહેલા તેની બટાલિયન કચ્છના ગાંધીધામમા આવ્યો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓની તેના પર નજર હતી, અને તે અંગે ગુજરાત ATS ને પણ જાણ કરવામાં આવી હતી. આ કાશ્મીરી યુવાન સાતેક વર્ષ પહેલા જ BSF માં ભરતી થયો હતો. ત્યારે તેની ધરપકડ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. આ કાર્યવાહીમાં ATS ના એસપી ઈમ્તીયાઝ શેખ, નાયબ પોલીસ અધિક્ષક બલવંતસિંહ ચાવડા તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

T20 Cup / ભારતની હારની ઉજવણી કરતા પાકિસ્તાનીઓએ કર્યો હવાઈ ગોળીબાર, 12ના મોત 

મુન્દ્રાના ડ્રગ્સ કેસ / અફઘાનિસ્તાનથી મુન્દ્રા આવેલું ડ્રગ અહીં પહોચાડવાનું હતું ષડ્યંત્ર, બીજા પણ અનેક રહસ્યો થયા ઉજાગર