પતિ પત્નીના સબંધો જ એવા છે કે જ્યાં સામાન્ય રીતે તુતુ મેમે થતી જ હોય છે. આપણા વડીલો આપણને કહેતા હોય છે કે પતિ પત્ની વચ્ચે થોડીક નોકઝોક તો થવી જ જોઈએ. બંને વચ્ચે સામાન્ય ઝઘડો થશે તો બંને એક બીજાને મનાવાની કોશિશ કરશે અને આનાથી એકબીજાની અંદર પ્રેમભાવ વધશે.
વડીલોની શિખામણ ઘણી વાર સાચી પણ સાબિત થતી હોય છે તો ઘણી વાર ખોટી પણ સાબિત થતી હોય છે.જ્યાં સુધી પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડાની વાત હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ જયારે બંને વચ્ચે ઝઘડો હદ પાર જતો રહે ત્યારે તેમના સબંધોનો ઘણી વાર અંત પણ આવતો હોય છે.
બનાસકાંઠા ની આ ઘટના સાંભળીને તમે ચોંકી ઉઠશો કે પતિ પત્ની વચ્ચેના ઝઘડા આવા પ્રકારના પણ હોય શકે છે. બનાસકાંઠાના ડીસામાં સીએની પત્નીનો થોડા સમય પહેલા અકસમાત થયો હતો. જેમાં પત્નીનો સદનસીબે બચાવ થયો હતો. જોકે,આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા બનાવના આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ બનાવને નજરો નજર જોનારા પંચ સાક્ષીઓની જુબાનીના આધારે પોલીસને પુરાવા મળ્યા હતા કે અકસ્માતની પાછળ તેના પતિનો જ હાથ છે. તેથી પોલીસે સૌ પ્રથમ પતિની શંકાના આધારે તેની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન પતિએ કબલ્યું હતું કે તેની પત્નીનો અકસ્માત તેણે જ કરાવ્યો હતો. પોતાના મિત્રને રૂપિયા આપીને અકસ્માત કરવાની સોપારી આપી હતી. પતિ ઈચતો હતો કે અકસમાત કરીને તેની પત્ની મરી જાય તો તેનાથી છુટકારો તો મળશે જ સાથે કોઈને શક પણ નહીં થાય કે તેણે આ કામ કરાવ્યું છે. આરોપીની કબૂલાતને આધારે ભીલડી પોલીસે તેની વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો નોંધીને તેના ફરાર મિત્રની શોધખોળ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
