અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે છતાં કેટલીક વખત ચેકીંગ દરમિયાન કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવે છે. ત્યારે હવે SRP જવાન પાસેથી મોબાઇલ અને તમાકુ મળી આવી છે. આ જવાન પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેદીઓ સપ્લાય કરતો હોવાની શંકા છે. SRP જવાન વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ કુંપાવતએ પોલીસ ફરિયાદ નોધાવી છે કે SRP ગ્રુપ 5 C કંપની ગોધરાના જવાન તેજપાલ સિંહ સોલંકી અતિ સંવેદનશીલ 200 ખોલી યાર્ડ નંબર 22 માં પોતાની ફરજ પર આવવા માટે જેલમાં દાખલ થયેલ આ દરમિયાન તેઓની તપાસ કરતા તેમની પીઠના ભાગે સેલોટેપથી ચોટાડેલ મોબાઈલ ફોન તેમજ ખિસ્સા માંથી 11 તમાકુની પડીકીઓ મળી આવી હતી.
SRP જવાન પાસેથી મળી આવેલ ફોનમાં કોઈ સીમકાર્ડ મળી આવ્યું નથી. રાણીપ પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. આ ફોન ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો ઉપરાંત તમાકુની પણ પડીકી મળી આવી છે. તો તે કોણ માટે લાવ્યો હતો અને અગાઉ આ રીતે સપ્લાય કર્યો છે કે નહિ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
સામાન્ય રીતે કેદી પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે પરંતુ આ તો SRP જવાન પાસેથી મળી આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે.સેન્ટ્રલ જેલમાં અનેક ગંભીર ગુનાના કેદીઓ અને આતંકીઓ પણ છે તેમ છતાં આ રીતે મોબાઈલ અન્ય વસ્તુઓની હેરાફેરી થઈ રહી છે તેને લઈને અનેક સવાલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
