Not Set/ ધોરણ- 3 થી 5 પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

ગુજરાતમાં કોરોનાનાં કેસ ઘટવાનું નામ લઇ રહ્યા નથી. દરમિયાન સોમવાર તારીખ 15 થી 21  માર્ચ સુધી પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાશે.

Gujarat Others

ગુજરાતમાં કોરોનાનાં કેસ ઘટવાનું નામ લઇ રહ્યા નથી. દરમિયાન સોમવાર તારીખ 15 થી 21  માર્ચ સુધી પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાશે. ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગનાં નિર્ણય મુજબ ધોરણ-6 થી 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષાનાં કારણે ઓનલાઇન અને ઓફલાઇન વર્ગ બંધ રહેશે.

હાય ગરમી: રાજયમાં ગરમીએ ઉંચક્યું માથુ, 4 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી પાર

પરીક્ષા ઓફલાઇન મોડ નિર્ધારિત સમય-પત્રક મુજબ ઓફલાઇન પરીક્ષા બપોરે 2 થી 5 નાં સમયે લેવાશે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા કોવિડ-2019 નાં નિયમનું પાલન સાથે માતા-પિતાનો સંમતિપત્ર ફરજીયાત લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાનું ઓનલાઇન મોડ પ્રશ્નપત્ર પરીક્ષાનાં જ દિવસે સાંજે 5 વાગ્યા પછી અપલોડ કરવામાં આવશે.

ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજી તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર

જ્યારે ધોરણ-3 થી 5ની સત્રાંત પરીક્ષા 15 થી 17 માર્ચ દરમિયાન યોજાશે. આ દિવસ દરમિયાન ઓનલાઇન વર્ગ લેવાશે નહીં. ઓનલાઇન પરીક્ષાનાં પગલે પ્રશ્નપત્ર પરીક્ષાનાં દિવસે જ સવારે 10.45 કલાકે અપલોડ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે ધોરણ 3 થી 8 નાં પ્રથમ સત્રાંત પરીક્ષામાં સફળતા હાંસલ કરવા વિદ્યાર્થોઓને શુભેચ્છા પણ પાઠવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ