પધારો મારે દેશ !! ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણીનાં આમંત્રણને માન આપી PM મોદી ગુરાજના મહેમાન બની રહ્યા છે. CM રૂપાણી દ્વારા PM મોદીને ગુજરાતની જીવાદોરી સમો નર્મદા નદી પર બંધાયેલ સરદાર સરોવર ડેમ છલોછલ થતા, માઁ રેવાનાં નીરને વધાવવા PM મોદીને પોતાનાં જન્મ દિવસે ગુજરાત પધારવા આમંત્રીત કરવામાં આવ્યા હતા.
આપને જણાવી દઇએ કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે નર્મદા પ્રોજેક્ટ અને ઘર ઘર નર્મદા પોતાની અતી સમિપ રહેલો પ્રોજેક્ટ હતો.
PM મોદી આજે ગુજરાત આવશે. રાત્રે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર PMનું ઉકરાણ થશે. એરપોર્ટ પર CM સહિતનાં તમામ નેતાઓને આવકારી, સ્વાગત કરશે. રાત્રી રોકાણ ગાંધીનગર કર્યા બાદ આવતીકાલે વહેલી સવારે PM જન્મદિવસ નિમિતે માતાના આશિર્વાદ લેશે.
ત્યાર બાદ PM મોદી કેવડીયા કોલોની ખાતે આવેલા નર્મદા ડેમ ખાતે, નર્મદે, સર્વદેનાં નારા સાથે ગુજરાતનાં તમામ જીલ્લા મથકોની સાથે એક જ સમયે નર્મદા નીરના ભવ્ય આરતી દ્વાર વધામણા કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
