Ahmedabad News: અમદાવાદમાં રૂપિયા 10 હજારની લેતીદેતીમાં યુવકને ઢોર માર માર્યાની ઘટના બની છે. જેનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં વિક્કી ગેંગના લોકો ઢોર માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
થોડા દિવસો અગાઉ જ અમદાવાદ(Ahmedabad)ના વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો. શહેરમાં મોડી રાત્રે તોફાની તત્વોએ શાસ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડીઓ અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રામોલ પોલીસે 9 લોકોની અટકાયત કરી સરભરા કરી હતી.
અસમાજીક તત્વોના આતંકથી અમદાવાદમાં મોડી રાત્રે સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. 2 ગેંગ વચ્ચેની લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકોનું જૂથ એક કાર રોકીને તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવારો અને અન્ય તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા જોઈ શકાય છે. કેટલાક લોકોનો દાવો છે કે આ ઘટના બે જૂથો વચ્ચે કોઈ વાતને લઈને થયેલી દુશ્મનાવટને કારણે બની છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું.
ગુજરાતને ક્રાઇમ સ્ટેટ (Crime State) બનતું અટકાવવા માટે ગુજરાત પોલીસે (Gujarat Police) કમર કસી લીધી છે. અમદાવાદમાં અસામાજિક તત્વો (AntiSocial Elements) સામે કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા પછી રાજ્યના દરેક શહેરોમાં અસામાજિક તત્વોની યાદી બનાવી આ તત્વોની પોલીસ બરોબર નશ્યત કરી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક
આ પણ વાંચો:ફરીવાર કચ્છમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું
આ પણ વાંચો:પોલીસની અસામાજિક તત્વો પર તવાઈ: 6.70 કરોડની વીજળી ચોરી ઝડપાઈ, 624 ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા
