Kutch News : ફરી એકવાર કચ્છમાં અસામાજિક તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જેમાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે. ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. હત્યા સહિત મારામારીના 6થી વધુ ગુનાનો આરોપી અનિલ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજો સામે તંત્રએ લાલ આંખ કરી છે. કચ્છમાં એક બાજુ પોલીસ એક પછી એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે. ત્યારે બીજી બાજુ આજે લાકડીયા પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક હેઠળના શિવલખા ખાતે રહેતા અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા નામના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખૂન સહિત મારામારી ના વિવિધ 6થી વધુ ગુનાઓ નોંધાયેલ છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબીંગ ગુનાઓ દાખલ છે. તંત્રએ અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરી છે.
આરોપી પોતાના આર્થિક ફાયદા સારું ગામ શિવલખા તાલુકો ભચાઉ ના સરવે નંબર ૫૭૪/૧ તથા ટ્રા. સ. નંબર ૧૩૧૭/૪/બિન નંબરી ૪૭ પૈકી ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હોટલ નું બાંધકામ કરેલ જે તોડી પાડવામાં આવેલ છે આ કામગીરી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચનાથી લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન કર્યા વિના ચલાવતા શાળાઓની માન્યતા રદ
આ પણ વાંચો:ગુજરાતમાં દર ચારમાંથી એક શાળા ખાનગી શાળા : જયંત ચૌધરી
આ પણ વાંચો:શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ, મેક્સિકોમાં સરકારનો મોટો નિર્ણય
