Ahmedbad News : અમદાવાદના જગતપુરમાં એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતુ મુકીને આપઘાત કરનારી યુવકીનો વીડિયો સામે આવ્યો છે. 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ થતા જીવન ટૂંકાવ્યું હતું. .આ યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે 14માં માળેથી નીચે જોઈને કહી રહી છે કે અહીંયાથી ન કૂદી શકાય હું બીજા માળથી કુદીશ તો બચી જઈશ,અહીંયાથી કુદીશ તો હાડકા પણ નહીં મળે. જોકે આ વીડિયોની પણ પોલીસ તપાસ કરી રહી છે.
21 વર્ષની અમદાવાદના સાણંદ તાલુકામાં રહેતી હતી. તણે જગતપુરમાં આવેલી બિલ્ડીંગના 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.યુવતીના પ્રેમી સાથેનો અંગત પળનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો યુવતીના પ્રેમીના મોબાઇલમાં હતો જેથી યુવતી ગભરાઈ ગઈ હતી.યુવતીએ વીડિયો ડિલિટ કરાવવાના અનેક પ્રયત્ન કર્યા હતા.યુવતીએ આ વીડિયો વાયરલ થવાના ડરના કારણે જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે ચાંદખેડા પોલીસે યુવતીના પ્રેમી અને તેના મિત્ર સામે ગુનો નોંધીને તેના પ્રેમીની ધરપકડ પણ કરી છે.
યુવતીના આપઘાત બાદ તેનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં યુવતી બિલ્ડીંગના 14માં માળે જઈને વીડિયો બનાવી રહી છે.આ વીડિયોમાં યુવતી ઉપરથી નીચે જોઈને કહી રહી છે કે આ બહુ ઊંચું બિલ્ડીંગ છે.હું તો બીજા માળેથી જ કુદીશ.14માં માળેથી કુદીશ તો મારા હાડકા પણ નહીં મળે.મારા અંતિમ સંસ્કાર માટે સળગાવવા પણ કંઈ ના મળે.એટલે હું તો બીજા માળેથી જ કુદીશ, જેથી હું બચી જઈશ.
યુવતીના આપઘાત બાદ આ વીડિયો પણ સામે આવતા પોલીસે વીડિયોની તપાસ શરૂ કરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ સોલંકીએ જણાવ્યું હતું કે યુવતીનો આપઘાત અગાઉનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો ક્યારનો છે અને યુવતી સાથે કોણ હતું તે મામલે તપાસ કરી રહ્યા છીએ.આ ગુનામાં એક આરોપી પકડાયો છે જ્યારે હજુ એક આરોપી ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.
અગાઉ પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી હતી. ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂકી દેતા 21 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.થોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા,
જોકે જે-તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યારબાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે.મૃતક યુવતી તેના મિત્ર સાથે બહાર ગઈ હતી. ત્યાર બાદ તેના મિત્રએ મૃતકની બહેનપણીને ફોન કરી આત્મહત્યા બાબતે જાણકારી આપી હતી.વાત થોડા દિવસ પહેલાંની છે, જ્યારે મૃતકના પ્રેમી મોહિતના મિત્ર હાર્દિક રબારીએ મીનાક્ષીને ફોન કરી કહ્યું હતું કે તમારો એક વીડિયો મારી પાસે છે અને જે તમારે જોવો હોય તો તમે મને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલ લોક હોટલ પાસે આવીને મળો, જેથી યુવતી તેની બહેનપણી અને તેનો પતિ બધા હિલલોક પાસે ગયાં હતાં,
જ્યાં હાર્દિક રબારી હાજર હતો. તેણે યુવતીને મોબાઇલમાં તેના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વીડિયો બતાવ્યો હતો, જેથી આ જોઈને તમામ લોકો ચોકી ગયા હતા અને આ વીડિયો હાર્દિકે મોહિતના મોબાઇલમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો.આ વીડિયો જોયા બાદ યુવતી ડરી ગઈ હતી અને આ વીડિયો ડિલિટ કરાવવા માટે તેણે હવે શું કરવું એ વિચારતી હતી. એટલામાં જ મોહિતનો ફોન યુવતી પર આવ્યો અને 2500 રૂપિયાની માગણી કરી હતી, એટલે ₹2500 આપવાના બહાને તેને મળવા જવું અને ત્યાં તેના મોબાઈલથી આ વીડિયો ડિલિટ કરાવી દેવો એવું નક્કી કર્યું હતું,
જેથી યુવતી અને તેની બહેનપણી તેના પતિ સાથે સોલા વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં મોહિત આવ્યો હતો અને મોહિતને યુવતીએ કહ્યું કે તું આ વીડિયો ડિલિટ કરી દે, પરંતુ મોહિતે વીડિયો ડિલિટ કરવાની ના પાડી અને તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલે યુવતીએ પોલીસને ફોન કર્યો અને ત્યાં પોલીસ આવી, જેને મોહિતને બોલાવીને આ વીડિયો ડિલિટ કરાવ્યો હતો અને ત્યારબાદ થોડા સમય માટે આ મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી
આ પણ વાંચો:રાજકોટના ધોજીમાં દારૂ પીવા મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
