Banaskantha/ બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 5.27 લાખનો મુદ્દામાલ કબજે

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ માહિતીને આધારે બનાસકાંઠાના ડીસામાંથી કારમાંથી દારૃના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો.

Top Stories Gujarat

@નિકુંજ પટેલ

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ માહિતીને આધારે બનાસકાંઠાના ડીસામાંથી કારમાંથી દારૃના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે પોણા બે લાખની કિંમતના દારૂ સાથે રૂ.3,50,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

પોલીસને માહિતી મળી હતી કે ડીસામાં બનાસ નજીના બ્રિજ પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. જેને આદારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં દારૂ ભરેલી કાર મલી આવી હતી. તપાસ કરતા અંદરથી રૂ.1,71,380 નો દારૂ તથા કાર મળીને કુલ રૂ.5,27,410 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ સંદર્ભે રાજસ્થાનના ખેતારામ જે.સોનીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અરવિંદ સાંચોર, કારનો માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારા સહિત ત્રણ શખ્સોની શોધ હાથ ધરી છે. વધુ તપાસ માટે આરોપીને ડીસા ગ્રામિણ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાન/ઈમરાન ખાન પ્રત્યે આવી નફરત, પુત્રએ ફરકાવ્યો પાર્ટીનો ઝંડો અને પિતાએ કરી હત્યા

આ પણ વાંચો:Plane Crash/મ્યાનમાર આર્મીનું પ્લેન મિઝોરમમાં ક્રેશ, એરપોર્ટ પર લેન્ડિંગ વખતે થયો અકસ્માત

આ પણ વાંચો:Israel Hamas Attack/ઈઝરાયલ : ગાઝા યુદ્ધ વિરામનો હમાસ સમક્ષ શરતી પ્રસ્તાવ, શું ઇઝરાયલનો પ્રસ્તાવ સ્વીકારશે ?