એરપોર્ટ એક એવી જગ્યા હોય છે જ્યાં કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિ રનવે પર જઈ નથી શકતો. રનવે પર અચાનક કોઈ મોટું જાનવર આવી જાય તો બહુ મોટી ઘટના બની શકે છે, અવારનવાર અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. પરંતુ એરપોર્ટની મોટી દીવાલો અને સુરક્ષા દળો હોવા છતાં એક મોટી નીલગાય રનવે પર આંવી જાય તો અમદાવાદના એરપોર્ટની સુરક્ષા પર સવાલો ઉભા થાય.
A cow entered the runway at Ahmedabad airport last night, due to which international flights were affected. Ahmedabad Airport director says, "Have ordered an inquiry and have sought a report on it."
— ANI (@ANI) January 11, 2018
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના રનવે પર અચાનક નીલગાય ઘુસી ગઈ હતી, જો કે આ અંગે જાણ થતાં જ એરપોર્ટ સત્તાવાળાઓએ ફ્લાઈટનું આવાગમન રોકી દીધું હતું. અને નીલ ગાયને બહાર નીકળવા માટે દોડધામ મચી ગઈ હતી.

નીલ ગાય રનવે પર આવી જતા એરપોર્ટને 1 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઈટોની મૂવમેન્ટ અટકાવી દીધી હતી. અંતે ફાયર બ્રિગેડે અને સીઆરએફના જવાનોએ ગાયને રનવે પરથી બહાર કાઢી હતી. સત્તાવાળાઓએ સાવચેતી દાખવતાં અપ્રિય ઘટના બનતી અટકી ગઈ હતી. આ ઘટના અંગે સત્તાવાળાઓએ તપાસ હાથ ધરી હતી અને રીપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.
