Not Set/ જાણો રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણા કોર્ટે કેમ ઇશ્યુ કર્યું વૉરન્ટ?

પાટીદાર નેતા અને એક સમયે પાસનાં પાયાનાં નેતામાં ગણના કરવામાં આવતી હતી. તે રેશ્મા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અને આ પણ એવી વાતને લઇને કે જેની સાથે હાલ કોઇ પણ પ્રકારને રેશ્મા પટેલને નિસબત પણ નથી રહ્યો. મહેસાણા JMFC કોર્ટ દ્રારા રેશ્મા પટેલ વિરુધ વોરંટ ઇસ્યુ કરવામા આવ્યું છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્રારા […]

Top Stories Gujarat Others

પાટીદાર નેતા અને એક સમયે પાસનાં પાયાનાં નેતામાં ગણના કરવામાં આવતી હતી. તે રેશ્મા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અને આ પણ એવી વાતને લઇને કે જેની સાથે હાલ કોઇ પણ પ્રકારને રેશ્મા પટેલને નિસબત પણ નથી રહ્યો. મહેસાણા JMFC કોર્ટ દ્રારા રેશ્મા પટેલ વિરુધ વોરંટ ઇસ્યુ કરવામા આવ્યું છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્રારા જાહેરનામાનાં ભંગ બદલ રેશ્મા પટેલ વિરુધ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. રેશ્મા પટેલ કેસની તારીખોમાં ગેરહાજર રહેતા આ ફરિયાદ સંદર્ભે આજે JMFC કોર્ટ દ્રારા વોરંટ ઇસ્યુ કરવામા આવ્યું છે.

આપને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રેશ્મા પટેલ સામે મહેસાણા પોલીસ દ્રારા જીગ્નેશ મેવાણીની કૂચમાં હાજર રહી જાહેરનામાનો ભંગ કરવામાં આવતા પોલીસ દ્રારા રેશ્મા પટેલ સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજ મામલામાં ધારાસભ્ય જીગ્નેસ મેવાણી સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.