@નિર્મલ પટેલ સુરત
સુરત જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણાતી સુગર ફેકટરીની હાલ માં ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ડિરેક્ટર પદ માટે ની ચૂંટણી હાલ માંજ પૂર્ણ થઈ છે. પરિણામો આવી ગયા બાદ હાલ સુગર માં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે બોર્ડ મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં ઓલપાડ કાંઠા સુગર અને સાયણ સુગર ના પ્રમુખ, ઉપ પ્રમુખ ની વરણી એકજ દિવસે રાખવામાં આવી હતી.
જેમાં ઓલપાડ કાંઠા સુગર ના પ્રમુખ તરીકે ફરીથી કિરીટ પટેલ ની વરણી કરાઈ હતી જ્યારે ઉપ પ્રમુખ તરીકે બાલુ પટેલ ની વરણી કરવામાં આવી હતી. તો બીજી મહત્વની સુગર ફેકટરી એવી સાયણ સુગર ના ચેરમેન તરીકે ફરીથી રાકેશ પટેલ ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે મનુ ભાઈ પટેલ ની કરાઈ વરણી કરવામાં આવી હતી. સમગ્ર વરણી પ્રક્રિયા માં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વર પટેલ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અને ઉપ પ્રમુખ ની વરણી થતા સમર્થકો ઓએ મીઠાઈ વહેંચી વરણી ને વધાવી હતી.
