Not Set/ ઝીરો કેમ ફ્લોપ થઈ, સલમાને આપ્યા આ બે કારણો

મુંબઇ, શાહરુખની ઝીરો બોક્સ ઓફિસ પર સારો દેખાવ નથી કરી શકી.આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મથી શાહરુખ અને તેના ચાહકોને ખૂબ જ આશા હતી પણ તે અપેક્ષાનુસાર પ્રદર્શન કરી શકી નહીં. શાહરૂખની ઝીરો ના ચાલી તેના કારણોમાં ફીલ્મનું ઓવર બજેટ માનવામાં આવે છે.ફિલ્મનું બજેટ હતું 200 કરોડનું અને તેની સામે ફિલ્મે 84 કરોડની કમાણી […]

Uncategorized Entertainment
મુંબઇ,
શાહરુખની ઝીરો બોક્સ ઓફિસ પર સારો દેખાવ નથી કરી શકી.આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મથી શાહરુખ અને તેના ચાહકોને ખૂબ જ આશા હતી પણ તે અપેક્ષાનુસાર પ્રદર્શન કરી શકી નહીં.
શાહરૂખની ઝીરો ના ચાલી તેના કારણોમાં ફીલ્મનું ઓવર બજેટ માનવામાં આવે છે.ફિલ્મનું બજેટ હતું 200 કરોડનું અને તેની સામે ફિલ્મે 84 કરોડની કમાણી કરી.
ઝીરોના ઓવર બજેટ વિશે સલમાન ખાન પણ કહે છે કે ફિલ્મનું બજેટ જરૂર કરતાં વધારે રહ્યું.ફિલ્મ બજેટની સામે અપેક્ષિત રીઝલ્ટ આપી ના શકી.
ઝીરો ફિલ્મ પીટાયા પછી સલમાને હવે તેની ભારત ફિલ્મને પણ 80 કરોડ રૂપિયામાં પતાવવાની સૂચના નિર્માતાઓને આપી છે. ફિલ્મમાં શાહરુખે એક ઠિંગણાનો રોલ ભજવ્યો છે પણ તે આનાથી દર્શકોને આકર્ષી શક્યો નથી
ફિલ્મને હિટ બનાવવા માટે મેકર્સ આમાં, શાહરુખ અને સલમાનને એક સાથે લઈ આવ્યા હતા. જોકે, આ યુક્તિ પણ કામે લાગી નહીં અને ફિલ્મ 7 દિવસમાં માત્ર 84 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે જ્યારે ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયાનું હતું.
ફિલ્મની નિષ્ફળતા માટે ફેન્સ અને નિષ્ણાતો પોતપોતાના મત અને વિચારો રજૂ કરી રહ્યાં છે ત્યારે સલમાને હવે ફિલ્મની નિષ્ફળતા માટેના બે કારણો રજૂ કર્યા છે. સલમાન અનુસાર ઝીરોનું બજેટ જરૂર કરતા વધારે રહ્યું અને સ્ટારની બ્રાન્ડ વેલ્યૂ પર એક હદથી વધારે વિશ્વાસ મૂકવામાં આવ્યો તેની સામે બજેટની સામે અપેક્ષિત રિટર્ન મેળવી શકી નહીં.