આજે વર્લ્ડ ટોઇલેટ ડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે, ભારતનું સ્વચ્છ ભારત કેમ્પેઈન બેસ્ટ એકઝામ્પલ છે કે કઈ રીતે દેશ પોતાનાં નાગરિકોને સ્વચ્છ સેનિટેશન સર્વિસ પહોચાડી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) જણાવ્યું કે હાઉસહોલ્ડ સેનિટેશનનું કવરેજ 2016 થી 2018 ની વચ્ચે વાર્ષિક 13%નાં દરે વધ્યું છે.
વર્ષ 2017 માં વર્લ્ડ વોટર ડે ની થીમ ‘વેસ્ટવોટર’ હતી. વર્ષ 2030 સુધીમાં દરેક લોકોને સેનિટેશન સુવિધા પૂરી પાડવાનો લક્ષ્ય છે.
આજનાં વર્લ્ડ ટોઇલેટ દિવસનાં દિવસે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ પણ કર્યું છે. એમણે કહ્યું છે કે આપણે ગૌરવ લઇ શકીએ છીએ કે છેલ્લાં ચાર વર્ષમાં આપણે ઝડપી રીતે સેનિટેશનનું કવરેજમાં વધારો કર્યો છે.