Not Set/ જેતપુર: જીરુ ભરેલી ટ્રકની લુંટનો ભેદ ઉકેલાયો, 6 શખ્સોએ કરી હતી 14.50 લાખની લૂંટ

જેતપુર, જેતપુરમાં જેતલસર ચોકડી પાસે જીરુ ભરેલી ટ્રકની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. એલસીબી અને જેતપુર તાલુકા પોલીસે આ ભેદ ઉકેલી નાખ્યો છે.આ કેસમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે અને લૂંટ કરાયેલું 14.50 લાખનું જીરુ પણ જપ્ત કરવામાં આવ્યું છે. જેતપુર જેતલસર ચોકડી નજીક જીરૂ ભરેલ ટ્રક લૂંટાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી 194 ગુણી જીરૂ […]

Top Stories Gujarat
abhishek mishra ola જેતપુર: જીરુ ભરેલી ટ્રકની લુંટનો ભેદ ઉકેલાયો, 6 શખ્સોએ કરી હતી 14.50 લાખની લૂંટ

જેતપુર,

જેતપુરમાં જેતલસર ચોકડી પાસે જીરુ ભરેલી ટ્રકની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. એલસીબી અને જેતપુર તાલુકા પોલીસે આ ભેદ ઉકેલી નાખ્યો છે.આ કેસમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે અને લૂંટ કરાયેલું 14.50 લાખનું જીરુ પણ જપ્ત કરવામાં આવ્યું છે.

જેતપુર જેતલસર ચોકડી નજીક જીરૂ ભરેલ ટ્રક લૂંટાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી 194 ગુણી જીરૂ ભરીને જૂનાગઢ તરફ જઈ રહેલ ટ્રકને જેતલસર ચોકડી પાસે કારમા આવેલા 6 અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપીને લૂંટ ચલાવી હતી.

જીરૂ ભરેલ ટ્રક પોલીસ સ્ટેશને લઈ લેવાનું કહીને ડ્રાઈવરને કારમાં બેસાડીને ટ્રકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. અજાણ્યા લૂંટારુંઓ ટ્રકના ડ્રાઈવરને ધોરાજીની વાડીમાં આવેલ મંદિરમાં બંધક બનાવીને ફરાર થઈ ગયા હતા.

જેતપુરના જેતલસર ચોકડી નજીક બુધવારના રાત્રીના ગોંડલથી જીરૂ ભરેલ જૂનાગઢ જતાં એક ટ્રક નં.જીક્યુએ-5787ના ચાલક રાજેશભાઇ રવજીભાઇ ટાંક(કડીયા કુંભાર) (ઉ.40) (રહે.જૂનાગઢ, ખ્રામધોલ)ના ટ્રકની આગળ બોલેરો જીપ રાખી ટ્રકને રોકી કારમાંથી પાંચ શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી ટ્રક ચેક કરવાના બહાને ચાલકને નીચે ઉતારી બોલેરો જીપમાં ત્રણ શખ્સોએ ચાલકને બંધી બનાવી ધોરાજીના જમનાવડ પાસે એક મંદિરમાં પુરી નાસી ગયેલ હતા.

ત્યાંથી ડ્રાઇવર  મંદિરની ગ્રીલ ખોલી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન આવી પોતાને બંધી બનાવી ટ્રકમાં 194 ગુણી એટલે કે, 11,700 કિલો જીરૂ કિ.રૂ.14,50,000 તથા ટ્રક કિ.રૂ.1 લાખ મળી કુલ મુદ્દામાલ રૂ.15,50,000ની લૂંટની ફરીયાદ દર્જ કરાવતા જેતપુર તાલુકા પોલીસ તેમજ એલસીબીએ તપાસનો ધમધમાટ આદર્યો હતો.

abhishek mishra ola case 650x400 81524406359 1 જેતપુર: જીરુ ભરેલી ટ્રકની લુંટનો ભેદ ઉકેલાયો, 6 શખ્સોએ કરી હતી 14.50 લાખની લૂંટ

જેના અનુસંધાને ચાર દિવસના તપાસના અંતે પોલીસે કંઇ હાથ ન લાગતા હવે આ જીરૂ હવામાં ઓગળી ગયું તેવું વેપારીઓ માનવા લાગ્યા હતા. પરંતુ લાખોનું જીરૂ ગુમ થયું હોય વેપારીઓએ આજુબાજુના ગામોના વેપારીઓ તથા યાર્ડને લુંટ થયેલ જીરૂના કોથળામાં જે માર્કર કરેલ હોય તેવું કોઇ જીરૂ વેંચવા આવે તો જાણ કરવા જણાવેલ, જે કિમીયો કામ લાગ્યો જામનગર જિલ્લાના મસીતીયા ગામનો ઇમરાન જુસબ ખફીએ જીરૂ વેંચવાની પુછતાછ કરતો હોવાનું વેપારીઓને જાણ થતાં વેપારીઓએ પોલીસને બાતમી આપતા પોલીસે રવિવાર વહેલી સવારના પડાવલાની સીમમાં આવેલ ફારૂક અબ્દુલ સુમરાની વાડીએ છાપો ત્યાં વસીમ સલીમ સુમરા(રહે.આંબલીયા, તા.જૂનાગઢ) વાળો તેમજ ઇમરાન તમામ લુંટના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

abhishek mishra ola case 650x400 81524406359 2 જેતપુર: જીરુ ભરેલી ટ્રકની લુંટનો ભેદ ઉકેલાયો, 6 શખ્સોએ કરી હતી 14.50 લાખની લૂંટ

જ્યારે અન્ય આરોપીઓ વહેલી સવારના શ્વાનના ભસવાના અવાજના કારણે નાસી ગયાનું જાણવા મળેલ હતું. જેથી પોલીસે લુંટનો તમામ મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બંન્ને આરોપીઓની ધરપકડ કરી જેતપુર તાલુકા પોલીસ  સ્ટેશને લાવવામાં આવેલ હતા.