Not Set/ GTU દ્વારા આજની ઓનલાઈન પરીક્ષા મોકુફ રખાઈ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

સમગ્ર રાજ્યમાં હવામાનમાં તાઉતે વાવાઝોડાના કારણે  અનેક જગ્યાએ  વિસ્તારમાં તેની અસર જોવા મળેલ છે. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક જગ્યા એ વિજળી તેમજ ઈન્ટરનેટ સંબંધીત અનેક પ્રકારની સમસ્યા જોવા મળી રહી હતી જેમના કારણે  કારણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આજની ઓનલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં તબાહી […]

Ahmedabad Gujarat
Untitled 225 GTU દ્વારા આજની ઓનલાઈન પરીક્ષા મોકુફ રખાઈ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

સમગ્ર રાજ્યમાં હવામાનમાં તાઉતે વાવાઝોડાના કારણે  અનેક જગ્યાએ  વિસ્તારમાં તેની અસર જોવા મળેલ છે. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક જગ્યા એ વિજળી તેમજ ઈન્ટરનેટ સંબંધીત અનેક પ્રકારની સમસ્યા જોવા મળી રહી હતી જેમના કારણે  કારણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આજની ઓનલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં તબાહી મચાવી છે. હવે વાવાઝોડુ આગળ વધી આજે બપોર સુધીમાં અમદાવાદમાં પહોંચ્યું છે. આગમચેતીના ભાગરૂપે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આજરોજ લેવામાં આવનાર ઓનલાઈન પરીક્ષા મોકુફ કરી દેવામાં આવી છે. આજે એમબીએ, એમએ અને એમ ફામ સેમેસ્ટર-1 તથા પીએચડીની પ્રિ-ટ્રાયલ ટેસ્ટ પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ મોકુફ રખાઈ છે. મોકુફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ યુનિવર્સિટીની વેબસાઈટ પર આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.