Not Set/ 14000 ડ્રગ્સની ગોળીઓ સાથે ઝડપાઈ બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટરને ડ્રગ્સની ગોળીઓ સાથે ઝડપી પાડી છે. આ મહિલા ક્રિકેટર પાસેથી 14000 મેથાંફેટામાઈન ટેબલેટ્સ મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે, નઝરી ખાન મેચ રમીને પાછી આવી રહી હતી. ત્યારે ચીટગાંવમાં પોલીસે તેમની બસને રોકીને તલાશી લેવાનું શરુ કર્યું. આ તલાસીમાં પોલીસને 14000 ડ્રગ્સની ગોળીઓ તેના બેગમાંથી મળી આવી હતી. સ્થાનિક પોલીસ ચીફ પ્રનબ […]

Sports
1524450030 20141103225333 Yaba 14000 ડ્રગ્સની ગોળીઓ સાથે ઝડપાઈ બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટરને ડ્રગ્સની ગોળીઓ સાથે ઝડપી પાડી છે. આ મહિલા ક્રિકેટર પાસેથી 14000 મેથાંફેટામાઈન ટેબલેટ્સ મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે, નઝરી ખાન મેચ રમીને પાછી આવી રહી હતી. ત્યારે ચીટગાંવમાં પોલીસે તેમની બસને રોકીને તલાશી લેવાનું શરુ કર્યું. આ તલાસીમાં પોલીસને 14000 ડ્રગ્સની ગોળીઓ તેના બેગમાંથી મળી આવી હતી. સ્થાનિક પોલીસ ચીફ પ્રનબ ચૌધરીએ કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન અમે નઝરી પાસેથી 14000 યાબા ગોળીઓ જપ્ત કરી હતી. જે એક પેકેટમાં રાખવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે, મ્યાનમારમાં પોલીસે સિત્તેર હજાર રોહિંગ્યાથી પલાયન પછી બાંગ્લાદેશમાં તસ્કરી ખુબ જ વધી ગઈ છે. ગત્ત મહિને શરુ કરવામાં આવેલ જાંચપડતાલમાં અત્યાર સુધી 90 લાખની ડ્રગ્સ જપ્ત કરી છે.

મહત્વનું એ છે, કે બાંગ્લાદેશની મહિલા ક્રિકેટરને જે બસમાંથી ડ્રગ્સની ગોળીઓ સાથે ઝડપી તે તે કોકસ બઝાર હતું. જે મ્યાનમારની બોર્ડર પાસે છે. મહિલા ક્રિકેટર પર ડ્રગ્સ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં તેને આજીવન કેદ થઇ શકે છે. તમને જણાવી દઈકે, આ ડ્રગ્સને અહી લાખોની સંખ્યામાં બનાવવામાં આવે છે. જે બાંગ્લાદેશમાં પહોંચાડવામાં આવે છે.