IND vs SA/ કેપટાઉન પહોંચી ટીમ ઈન્ડિયા, ઈતિહાસ રચવાની છે તક, Video માં જુઓ સ્વાગત

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ માટે કેપટાઉન પહોંચી છે. બન્ને ટીમો વચ્ચે અંતિમ ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનનાં ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

Sports
3 rd test Team India

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ માટે કેપટાઉન પહોંચી છે. બન્ને ટીમો વચ્ચે અંતિમ ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનનાં ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભારતીય ટીમ કેપટાઉન પહોંચી છે.

આ પણ વાંચો – ગુજરાત /  સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની કામગીરી અર્થે સમીક્ષા બેઠક યોજાઇ

કેપટાઉન પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્વાગત દરમિયાન કેટલાક લોકો હોટલમાં ડ્રમ વગાડતા જોવા મળે છે, જ્યારે એક કલાકાર સિતાર વગાડતો જોવા મળે છે. આ સિવાય વીડિયોમાં કેકની તસવીર પણ જોવા મળી રહી છે, જેમાં લખ્યું છે – સ્વાગત છે. ભારતીય ખેલાડીઓ કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ જોહાનિસબર્ગથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા સીધા કેપટાઉન પહોંચ્યા હતા. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ખેલાડીઓની જોહાનિસબર્ગથી કેપટાઉન સુધીની સફર બતાવવામાં આવી છે. કેપટાઉન પહોંચ્યા બાદ ટીમ હોટલમાં ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્ને ટીમો વચ્ચેની સીરીઝ હાલમાં 1-1થી બરાબર છે. ભારત પાસે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતવાની તક છે. જો કે ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કેપટાઉનનાં ન્યૂલેન્ડ્સમાં એક પણ ટેસ્ટ જીતી શકી નથી અને આવી સ્થિતિમાં મુલાકાતી ટીમને પોતાનો રેકોર્ડ સુધારવાની જરૂર છે.

આ પણ વાંચો – UP Election Analysis / યુપીમાં 7 તબક્કા દરમિયાન, કયા જિલ્લામાંથી અને ક્યારે ચૂંટણી સમાપ્ત થશે? જાણો ભાજપથી લઈને સપા સુધીના પડકારો

ભારતીય ટીમનાં નિયમિત ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો અને હવે ત્રીજી ટેસ્ટમાં તેની વાપસી નક્કી દેખાઈ રહી છે. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ 113 રનથી જીતી હતી જ્યારે બીજી ટેસ્ટમાં 7 વિકેટે પરાજય થયો હતો. આવી સ્થિતિમાં, કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ જે પણ ટીમ જીતશે, સીરીઝ પણ તેના નામ પર રહેશે. ભારતીય ક્રિકેટ ટીમ કેપટાઉનમાં અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને એક પણ જીત મળી નથી. ટીમ ઈન્ડિયાએ ન્યૂલેન્ડ્સનાં મેદાન પર ટેસ્ટ ડ્રો કરી છે, જ્યારે ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.