જળભરાવ/ રાજધાની દિલ્હી પાણી-પાણી, ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હી આજે પાણી-પાણી થઇ ગયુ છે. આ સિવાય દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Top Stories India
દિલ્હી

દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, નોઈડા સહિત આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કાલે બુધવારે ઘણા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ હતી. વળી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં આગામી બે દિવસમાં વધુ વરસાદનાં અહેવાલો છે. પશ્ચિમ યુપીનાં ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો –સરકાર પર નિશાન / ઉમર અબ્દુલ્લાએ મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહી

આપને જણાવી દઇએ કે, દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગુડગાંવ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. ચેતવણી જારી કરતી વખતે, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 02 કલાક દરમિયાન દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સાથે વાવાઝોડા આવવાનું ચાલુ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં સતત બીજા દિવસે ભારે વરસાદને કારણે રસ્તાઓ આંશિક રીતે ડૂબી ગયા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, 2 સપ્ટેમ્બર, 3 સપ્ટેમ્બર અને 4 સપ્ટેમ્બરનાં રોજ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલગ -અલગ સ્થળોએ વરસાદ/ગાજવીજ સાથે થવાની સંભાવના છે.

આ પણ વાંચો –સુપ્રીમ કોર્ટ / સીબીઆઇ તપાસ મામલે બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી,એજન્શી સરકારના નિર્દેશ પર કામ કરે છે

ભારતીય હવામાન વિભાગ (IMD) નાં અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓ સિવાય, ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં આગામી બે દિવસમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, રાજ્યનાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આઇએમડીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપરનું “ચક્રવાતી પરિભ્રમણ” હવે દક્ષિણ ગુજરાત પ્રદેશ અને તેના પડોશમાં આવી ગયું છે. સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદ પડ્યો હતો.