Ahmedabad News: શહેરની મેટ્રો કોર્ટ (Ahmedabad Metro Court) બહાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરણપોષણના કેસની તારીખમાં હાજરી આપવા આવેલા એક યુવકે કોર્ટ સંકુલમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકના શરીર પર જ્વલનશીલ પ્રવાહી પડતાં તે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Breaking News/
અમદાવાદ મેટ્રો કોર્ટ બહાર યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ: જ્વલનશીલ પ્રવાહી છાંટતા દાઝ્યો, હોસ્પિટલ ખસેડાયો
અમદાવાદ મેટ્રો કોર્ટ (Ahmedabad Metro Court)માં ભરણપોષણ કેસની તારીખે આવેલા યુવકે કોર્ટ સંકુલ બહાર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો; દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો.
