Ahmedabad : ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ અને સાહિત્યકાર અનિલ જોશીનું આજે સવારે નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી અનિલભાઈ માંદગીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બેએક અઠવાડિયાં તેઓ આઈસીયુમાં રહ્યા હતા. હજી 21 ફેબ્રુઆરીએ તેઓ સારવાર પછી ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેનું નિધન થયું હતુ. 84 વર્ષના જોશીએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા, એમ તેમના પુત્ર સંકેત જોશીએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26મી ફેબ્રુઆરી બુધવારે જાણીતા ગુજરાતી કવિ અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર તથા સાહિત્ય રસિકોને સાંત્વના…
ૐ શાંતિ…!!
— Narendra Modi (@narendramodi) February 26, 2025
“ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોશીના નિધનથી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. આ દુઃખદ ઘડીમાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવાર અને સાહિત્યપ્રેમીઓ પ્રત્યે સંવેદના,” મોદીએ ‘X’ પર એક સંદેશમાં કહ્યું.
સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ, ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીજી ના નિધન પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરું છું.
તેમનું ખુમારીભર્યું સર્જન અને માનવીય સંવેદનાથી સભર કૃતિઓ વાચકોના હૃદયમાં જીવંત રહેશે.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના સ્વજનો અને પ્રશંસક વાચકજનોને આ દુ:ખ સહન કરવાની…
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 26, 2025
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ, ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીના નિધન પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તેને X પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક અનિલ જોશીનું વતન અને જન્મસ્થળ સૌરાષ્ટ્રનું ગોંડલ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં પૂર્ણ કર્યા બાદ અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. ત્યારબાદ વર્ષ 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે સેવા આપી. તેમના મુંબઇ આગમન બાદ કારકુનથી તેમની યાત્રાનો પ્રારંભ થયો અને વર્ષ 1977થી મુંબઈ મહાનગર પાલિકામાં લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે જોડાયા હતા. ગુજરાતી સાહિત્યમાં સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. 1960 પછી કવિતામાં જે આધુનિક વલણો જોવા મળ્યા અને તે આધુનિકતાની ઝલક અનિલ જોશીનાં ગીતોમાં પણ જોવા મળ્યો છે. અનિલ જોશીની કવિતાઓ, ગીતોમાં સૌરાષ્ટ્રનું જોમ ઝીલાયું છે. તેમના કાવ્યોમાં તળપદા ભાવો, શબ્દો, તળપદા લય વગેરેનું પ્રયોજન થયું હતું.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો, ભૂતપૂર્વ ક્રિકેટરનું હાર્ટ એટેકથી નિધન
આ પણ વાંચો: કડી તાલુકાના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન
આ પણ વાંચો: પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીનું નિધન, ગુજરાત રમખાણોમાં ગુમાવ્યો પતિ
