Accident News: સાપુતારા (Saputara) નજીક એક મોટો અકસ્માત (Accident) થયો છે, જ્યાં ચારધામ યાત્રાથી પરત ફરી રહેલી એક ખાનગી બસ ખીણમાં પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં 50 થી વધુ યાત્રાળુઓ હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બસ સીધી ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં ઘણા અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સ્થાનિક પોલીસ અને કટોકટી સેવાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:રાજ્યના IAS અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલી, બંછાનીધી પાની બન્યા AMC ના નવા કમિશનર
આ પણ વાંચો:GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરાઈ
આ પણ વાંચો:AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી
