Surat News : સુરતમાં કોંગ્રેસના યુવા નેતા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવામાં આવી છે. નુરું ચાઈનીઝ સામે વધુ એક ખંડણીનો ગુનો નોંધાયો છે. શહેરના રિંગરોડ પર ટેક્ષટાઈલ માર્કેટમાં SMCના પાર્કિંગને લઈને કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માગી હતી. યુવાનને ચપ્પુ બતાવી પૈસાની ઉઘરાણી આ કોંગ્રેસનો યુવા નેતા કરતો હતો અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આ ખંડણીખોરે આપી હતી.
ત્યારે હાલમાં સલાબતપુરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરતના સલાબતપુરા વિસ્તારમાં ખંડણીખોરીની એક ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં બિલ્ડિંગ બાંધકામના નામે વેપારીને ધમકી આપીને રૂપિયા 10 લાખની લાંચ માગવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતાં બે આરોપી નૂર શેખ અને સાદિક અલીને પકડી પાડ્યા હતા. આરોપી નૂર શેખે ફરિયાદી પાસે બાંધકામ ન તોડવા માટે 10 લાખની માગ કરી હતી અને પૈસા ન આપવા પર બાંધકામ તોડી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
જેમાં એક ખંડણી ખોર સુરત શહેરના કોંગ્રેસ લઘુમતી મોર્ચાના યુથ પ્રમુખ હોવાનું બહાર આવ્યું હતું.સુરતના ફરિયાદી પાસે બાંધકામની સંપૂર્ણ પરમિશન હોવા છતાં આરોપી નૂર શેખ સતત દબાણ કરીને મોટી રકમ માગતો હતો. આ ઉપરાંત આરોપીએ ખોટી ખોટી અરજીઓ કરીને ફરિયાદીને વેપાર કરવા નહીં દઈએ એવી ધમકીઓ આપી હતી અને વધુમાં રૂપિયા 2 લાખની ખંડણી માગણી પણ કરી હતી.
આ સાથે દર મહિને રૂપિયા 50 હજારનો હપ્તો ભરવાની શરત પણ ફરિયાદી સામે રાખી હતી. ફરિયાદીને આરોપી વારંવાર ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આખરે આરોપી સાદિક અલીને રૂપિયા 50 હજાર આપવાના લેણદેણ સમયે પોલીસે રંગે હાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી નૂર શેખની પણ ધરપકડ કરી લીધી હતી. હાલમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
