Not Set/ આ છે દુનિયાનું સૌથી ખતરનાક ઝૂ છે, અહીં મુલાકાતી ડરથી પાડી ઉઠે છે બૂમ, જાણો શું છે કારણ..??

તમે કોઈ સમયે ઝૂ અથવા વાઇલ્ડ લાઇફ પાર્કની મુલાકાત લીધી હશે. જ્યાં તમે ઘણા પ્રકારના પ્રાણીઓને પાંજરામાં કેદ જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય આવા વાઇલ્ડ લાઇફ પાર્ક અથવા પ્રાણી સંગ્રહાલયનું દૃશ્ય જોયું છે જ્યાં તમે ભયજનક અને જીવલેણ પ્રાણીઓ મુક્તપણે ફરતા હોય..?  ચાલો આજે અમે તમને આવા જ એક પ્રાણી સંગ્રહાલય વિશે જણાવીએ છીએ […]

Uncategorized

તમે કોઈ સમયે ઝૂ અથવા વાઇલ્ડ લાઇફ પાર્કની મુલાકાત લીધી હશે. જ્યાં તમે ઘણા પ્રકારના પ્રાણીઓને પાંજરામાં કેદ જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય આવા વાઇલ્ડ લાઇફ પાર્ક અથવા પ્રાણી સંગ્રહાલયનું દૃશ્ય જોયું છે જ્યાં તમે ભયજનક અને જીવલેણ પ્રાણીઓ મુક્તપણે ફરતા હોય..?  ચાલો આજે અમે તમને આવા જ એક પ્રાણી સંગ્રહાલય વિશે જણાવીએ છીએ જ્યાં ખતરનાક પ્રાણીઓ પાંજરાની બદલે મુક્તપણે રખડતા હોય છે. તે જ સમયે, આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા પ્રવાસીઓ પિંજારા માં કેદ હોય છે.

આ જાણીને તમને નવી લાગશે.  પરંતુ આ સાચું છે. ખરેખર, ચીનનું લેહે લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ એક સમાન પ્રાણી સંગ્રહાલય છે. જ્યાં વિકરાળ પ્રાણીઓ મુક્તપણે રખડતા હોય છે અને લોકો પાંજરામાં કેદ થઇ ને તેની મુલાકાતે જાય છે. ઘણીવાર જંગલી જાનવર સિંહો અને ચિતા જેવા ભયાનક પ્રાણીઓ તેમની પાસે પહોંચે છે. અને તેને આટલી નજીક જોઇને મુલાકાતીઓના મુખ માંથી ચીસ નીકળી જાય છે.

ચીનનું આ પ્રાણી સંગ્રહાલય ચોંગકિંગ શહેરમાં આવેલું છે. આ ઝૂ વર્ષ 2015 માં ખોલવામાં આવ્યું હતું. લેહે લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ નામના પ્રાણી સંગ્રહાલયમાં મનુષ્યને પ્રાણીઓની નજીક આવવાની એક અનોખી તક મળે છે. અહીં આવનારા પર્યટકો પણ પ્રાણીઓને પોતાના હાથથી ખવડાવી શકે છે. મનુષ્યથી ભરેલા પાંજરા પ્રાણીઓની આજુબાજુ મુકવામાં આવે છે.  અને સિંહો લોકો તરફ નજર કરે છે અને લલચાવે છે. પ્રાણીઓ ખોરાકના લોભમાં પાંજરામાં આવે છે. પરંતુ પાંજરું હોવાને કારણે તેઓ કોઈનો શિકાર કરવામાં સમર્થ નથી.

આ ઝૂના સમર્થકો કહે છે કે અમે અમારા મુલાકાતીઓને એક અલગ અને રોમાંચક અનુભવ કરાવીએ છીએ.  ઝૂના પ્રવક્તા ચાન લીઆંગ કહે છે કે જ્યારે કોઈ પ્રાણી તમારો પીછો કરે છે અથવા જ્યારે તે હુમલો કરે છે, ત્યારે અમે તે સમયની ફીલિંગ પણ અમારા દર્શકોને કરાવી એ છીએ.

ઉલ્લેખનીય છે કે, આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા લોકોની સલામતી અંગે કડક સૂચના આપવામાં આવી છે. પરંતુ આ સિવાય અહીં સુરક્ષા અંગે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે.

પાંજરા અને પ્રાણીઓનું 24 કલાક કેમેરાથી નિરીક્ષણ કરવામાં આવે છે અને કટોકટીની સ્થિતિમાં 5-10 મિનિટમાં સહાય પૂરી પાડી શકાય છે. જેથી કોઈને ઈજા ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.