Devbhumi Dwarka News: કૃષ્ણ ભક્તો માટે કૃષ્ણ જન્માષ્ટમીને (Janmashtmi) લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે શ્રીકૃષ્ણ દ્વારકાધીશનો 5251મો જન્મદિવસ (Birthday) ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાશે. લાખોની સંખ્યામાં ભક્તો દેવભૂમિ દ્વારકામાં દર્શનાર્થે આવશે, જેને પગલે દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) મોડી રાત્રિ સુધી ખુલ્લુ રહેશે.

આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે, તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગુજરાતમાં બધા કૃષ્ણ મંદિરો જેવા કે, દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તો દર્શન માટે ઉમટશે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો 5251 મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. જન્માષ્ટમી પર્વને લઈ દ્વારકાધીશ મંદિરમાં સમયમાં (Time Table) ફેરફાર કરવામાં આવ્યો છે.
મંદિર સંસ્થાન દ્વારા સમયમાં કરવામાં આવેલો ફેરફાર નીચે મુજબ છે,
-
સવારે 6 વાગ્યા થી 8 સુધી મંગળા દર્શન કરી શકાશે
-
સવારે 8 વાગ્યા થી 9 સુધી ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવશે
-
ભગવાન દ્વારકાધીશને 7 પ્રકારના વિવિધ ભોગ ધરવામાં આવશે
-
રાત્રે 12 વાગ્યાના સમયે ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવની આરતી થશે
-
રાત્રિના 12 વાગ્યા થી 3 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ દર્શન ભક્તોને થશે
-
નોમના દિવસે ભગવાનના પારણાં ઉત્સવ ઊજવાશે
કૃષ્ણના દર્શન સાંજે 5 કલાકે કરી શકાશે, કૃષ્ણને ઉત્થાપન ભોગ 05:30 થી 5:45 કલાકે કરાવવામાં આવશે. સંધ્યા ભોગ 7:15 થી 7:30 કલાકે કરાવવામાં આવશે, કૃષ્ણની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે, કૃષ્ણને શયન ભોગ 8 થી 8:10 કલાકે, કૃષ્ણની શયન આરતી દર્શન 08:30 કલાકે, કૃષ્ણ શયન 09:00 કલાકે રહેશે.
શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે માટે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન 12 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) 02:30 કલાકે રહેશે. જ્યારે તા.27-8-2024 ના રોજ પારણા ઉત્સવના દર્શન આ મુજબ રહેશે. શ્રીજીના દર્શન સવારે પારણા ઉત્સવ દર્શન 07 કલાકે, અનોસર (દર્શન બંધ) 10:30 કલાકે, સવારના 10:30 કલાકથી સાંજના 05 વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે.

શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમનો સમય ઉત્થાપન દર્શન 05 કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન 05 થી 06 કલાકનો, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા 06 થી 07 કલાકે (પટ/દર્શન બંધ રહેશે.), શ્રીજીના દર્શન 07 થી 07:30 કલાકે, શ્રીજીની સંખ્યા આરતી દર્શન 07:30 કલાકે, શ્રીજીને શયન ભોગ 08:30 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) 09:30 કલાકે રહેશે.
દ્વારકાધીશમાં કૃષ્ણ જન્મોત્સવને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે પણ વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દ્વારકા dysp સાગર રાઠોડે જણાવ્યું કે, જગત મંદિર ખાતે 1 એસ.પી 8 ડી.વાય.એસ.પી 31 પી.આઇ 66 પી.એસ.આઇ 1700 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.
આ પણ વાંચો: રાષ્ટ્રભાવના જગાડવા બેટ દ્વારકામાં ધ્વજ વંદન અને તિરંગા યાત્રાનું આયોજન
આ પણ વાંચો:દ્વારકા માટે આ વખતની જન્માષ્ટમી અને સુરક્ષા બંદોબસ્ત બંને અભૂતપૂર્વ
આ પણ વાંચો: દ્વારકામાં વાયુસેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોના ભારે જહેમત બાદ બચાવ્યો જીવ, જુઓ વીડિયો

