Gandhinagar News/ ‘વન નેશન, વન ઈલેક્શન’ને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો, હર્ષ સંઘવીનું મોટું નિવેદન

‘વન નેશન, વન ઈલેક્શન’ (One Nation One Election) મુદ્દે ગુજરાત સરકારનું મોટું નિવેદન,હર્ષ સંઘવીએ કહ્યું કે વારંવારની ચૂંટણીઓથી વિકાસના કામો પ્રભાવિત થાય છે, જ્યારે વિપક્ષ અને રાહુલ ગાંધી પર પણ કર્યા આકરા પ્રહારો.

Top Stories Gandhinagar Gujarat Breaking News
One Nation One Election મુદ્દે ગુજરાત સરકારનો સપોર્ટ

One Nation One Election: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi)ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધી ‘વન નેશન, વન ઈલેક્શન’ (One Nation One Election) મુદ્દે ગુજરાત સરકારનું સ્પષ્ટ વલણ જાહેર કર્યું હતું.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસ દરમિયાન વિવિધ રાજકીય સંગઠનો, પ્રતિનિધિઓ અને મંડળો દ્વારા આ મુદ્દે પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ ચર્ચા અને વિચારવિમર્શ બાદ ગુજરાત સરકારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ (One Nation One Election) ના પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

One Nation One Election: વારંવારની ચૂંટણીઓથી વિકાસના કામો પ્રભાવિત થાય છે

હર્ષ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi)એ જણાવ્યું કે વારંવાર યોજાતી ચૂંટણીઓના કારણે સરકારી તંત્રનો મોટો સમય ચૂંટણી પ્રક્રિયામાં જ ખર્ચાઈ જાય છે. તેમણે દાવો કર્યો કે ગુજરાત સરકારના એક સર્વે મુજબ અંદાજે 50 લાખ કલાકનો સમય ચૂંટણી આયોજનમાં વપરાઈ જાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને લગતા વિકાસ અને વહીવટી કામો પર અસર પડે છે.તેમણે વધુમાં કહ્યું કે જો લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાશે તો સમય અને ખર્ચ બંનેમાં મોટો બચાવ થશે. સાથે જ મતદારોને પણ વારંવાર મતદાન માટે જવાની જરૂર રહેશે નહીં.

ગુજરાતે અન્ય રાજ્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું

હર્ષ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi)એ દાવો કર્યો કે ગુજરાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ઓછા સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશના અન્ય રાજ્યો માટે એક મોડેલ ઉભું કર્યું છે. તેમણે કહ્યું કે સંકલિત ચૂંટણી પ્રણાલી દેશના વિકાસને વધુ ગતિ આપશે.

વિપક્ષ અને રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો

પત્રકાર પરિષદ દરમિયાન હર્ષ સંઘવીએ વિપક્ષી પક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક પ્રાદેશિક પક્ષો પૂરતા તથ્યો અને આધાર વગર ‘વન નેશન, વન ઈલેક્શન’ (One Nation One Election)નો વિરોધ કરી રહ્યા છે.રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે દેશમાં કોણ સાંસદ કે ધારાસભ્ય બનશે તેનો નિર્ણય આખરે જનતા જ કરશે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી માત્ર બંધારણની વાતો કરે છે પરંતુ દેશના હિતના મુદ્દાઓ પર ગંભીરતા દાખવતા નથી.

દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો મુદ્દો

‘વન નેશન, વન ઈલેક્શન’ (One Nation One Election)નો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી દેશની રાજનીતિમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા સમર્થન બાદ આ મુદ્દે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ અને ગુજરાતની પ્રજાનું સિલેક્શન, વન નેશન, વન ઈલેક્શન

આ પણ વાંચો:વન નેશન, વન ઈલેક્શન બિલ લોકસભામાં પસાર, 269નું સમર્થન અને 198નો વિરોધ

આ પણ વાંચો:‘વન નેશન, વન ઈલેક્શન’ પર બનેલી કમિટીમાં ગુલામ નબી આઝાદનું નામ જોઈને કોંગ્રેસ ભડકી, આપ્યું આ નિવેદન