Rajkot News: રાજકોટ (Rajkot) ગોંડલમાં નદીમાં ઈકો કાર (Ecco Car) તણાવાનો મામલો સામે આવ્યો છે. કોલપરી નદીમાં (Kolpari River) ઈકો કાર તણાઇ હતી. ઈકો કારમાં બાળક સહિત 3 વ્યક્તિઓ હોવાની વિગતો સામે આવતા પાલિકા, ફાયર બ્રિગેડ, NDRF ટીમે શોધખોળ હાથ ધરી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ વરસાદથી નદીના પ્રવાહમાં તણાયેલ લોકોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટનાં ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ ઘટના સ્થળે પહોંચ્યા છે. અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઇ ડાંગર સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા છે.
માહિતી મુજબ, ગોંડલના મોટીખિલોરી ગામે વાસાવડ તરફ જતા માર્ગ પર કોલપરી નદીના બેઠા પુલ પરથી ઈકો કાર તણાઈ ગઈ છે.

ગોંડલ (Gondal) નગર પાલિકા ફાયર બ્રિગેડ, NDRF ટીમે નદીના પ્રવાહમાં તણાયેલ લોકોની શોધખોળ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં સ્થળ પર ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુકગ અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઇ ડાંગર સહિતના લોકો દોડી આવ્યા છે. ઘટના જાણ થતાં ડી.વાય.એસ.પી કે.જી.ઝાલા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. લોકોના ટોળા સ્થળ પર એકત્ર થયા છે.
થોડા દિવસ અગાઉ મોરબી (Morbi) જિલ્લાના હળવદના ઢવાણા પાસે 20 જેટલા લોકોને લઈ જતું ટ્રેક્ટર તણાયું હતુ. આ ટ્રેક્ટરમાં વીસ જેટલા લોકો હતા. વોકળા પાસે પાણીનો પ્રવાહ વધારે હોવાના લીધે ટ્રેક્ટર તણાયું હતુ.
આ પણ વાંચો:મોરબી હળવદના ઢવાણા પાસે 20 જેટલા લોકોને લઈ જતું ટ્રેક્ટર તણાયું
આ પણ વાંચો:રાજસ્થાનના સુધા માતા મંદિરે પાંચ શ્રદ્ધાળુઓ તણાયા, એક મહિલાનું મોત
આ પણ વાંચો:Gujarat Rain Live: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, લોકોની ઘરવખરી સાથે પશુઓ પણ તણાયાં
