Rajasthan News/ રાજસ્થાનના સુધા માતા મંદિરે પાંચ શ્રદ્ધાળુઓ તણાયા, એક મહિલાનું મોત

વરસાદના અન્ય રાઉન્ડમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ધોધમાં મંદિરના પગથિયા પર ચાલતા જતાં પાંચ પ્રવાસી વહી ગયા હતા.

India Breaking News

Rajasthan News: વરસાદના અન્ય રાઉન્ડમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ધોધમાં મંદિરના પગથિયા પર ચાલતા જતાં પાંચ પ્રવાસી વહી ગયા હતા.

સુધા માતાના મંદિર પર પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ વહી જતાં તંત્રની ચિંતા વધી ગઇ હતી.  તેના લીધે લોકોમાં અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રએ તરત જ ડૂબકીમારો અને સ્થાનિક તરવૈયાઓને કામે લગાડ્યા હતા.  માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં.

આ ઘટના પર પ્રકાશ પાડતા એસડીએમએ જણાવ્યું કે મંદિરના પગથિયાં પર ધોધની જેમ આવતા પાણીના તેજ વહેણને કારણે 5 પર્યટક વહી ગયા હતા જેમાં ત્રણને તો તંત્રના લોકોએ બચાવી લીધા હતા પણ એક મહિલાને બચાવી શકાઈ નહોતી. જોકે હજુ સુધી એકની શોધખોળ ચાલી રહી છે. પાણીના વહેણમાં તણાઈ ગયા બાદ બચાવી લેવાયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકની ઓળખ ડુંગરપુરની વતની લક્ષ્મી પ્રેમચંદ તરીકે થઇ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની 213 યોજનાઓ 12,000 કરોડના ખર્ચ પછી પણ અધૂરી કેમઃ કેગ

આ પણ વાંચો: મહેસાણામાં સાર્વત્રિક વરસાદ, વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ ખાબક્યો

આ પણ વાંચો: મેડિકલની ફીમાં ધરખમ વધારો, ગરીબો માટે મેડિકલ એજ્યુકેશન સ્વપ્નવત્ બનશે