Not Set/ ગૃહમંત્રી અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, જમ્મુ-કાશ્મીરના DGP અને NSA ડોભાલ સહિત આ ઉચ્ચ અધિકારીઓ હાજર

NSA અજિત ડોભાલ અને જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંઘ સહિત દેશના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યા છે. અત્રે નોધનીય છે કે, શુક્રવારે અમિત શાહે મંત્રાલયમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરી હતી.

Top Stories India

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહમંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.  જેમાં NSA અજિત ડોભાલ અને જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંઘ સહિત દેશના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યા છે. અત્રે નોધનીય છે કે, શુક્રવારે અમિત શાહે મંત્રાલયમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરી હતી.

બેઠકમાં હાજર હતા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા, ગુપ્તચર બ્યુરો (આઈબી) ના ડિરેક્ટર અરવિંદ કુમાર, સંશોધન અને વિશ્લેષણ વિંગ (આરએડબ્લ્યુ) ના વડા સામંત કુમાર ગોયલ, CRPFના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહ અને ગૃહ સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, આ બેઠકમાં હાજર રહ્યા છે. આ મહત્વપૂર્ણ બેઠક ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ચાલી રહી છે.