Surat News/ સુરતમાં પત્ની અને પુત્રીઓના ત્રાસથી પતિનું આત્મવિલોપન !

સુરતમાં ઘરકંકાસના કારણે આધેડે આત્મવિલોપન (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકની બહેનોએ આ માટે તેની પત્ની અને પુત્રીઓને દોષિત ઠેરવ્યા હતા અને તે હેરાન કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

Top Stories Gujarat Surat Breaking News
Suicide સુરતમાંઃ ઘરકંકાસના લીધે સંતોષે કર્યુ આત્મવિલોપન

Surat News: સુરતમાં પત્ની અને પુત્રીઓના ત્રાસથી 55 વર્ષના આધેડે આત્મવિલોપન (Suicide) કરતાં ચકચાર મચી ગઈ છે. આધેડે મૃત્યુ પહેલા આક્ષેપ કર્યો હતો કે પત્નીની સાથે દીકરીઓ પણ તેમને માનસિક ત્રાસ આપી રહી છે. આ બનાવના પગલે મૃતક આધેડની બહેન અને તેના કાકાએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતના પાલ વિસ્તારમાં બનેલી આ ઘટનાના પગલે પોલીસે આત્મહત્યા (Suicide)નો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Suicide સુરતમાંઃ ઘરકંકાસના લીધે સંતોષે કર્યુ આત્મવિલોપન
Suicide સુરતમાંઃ ઘરકંકાસના લીધે સંતોષે કર્યુ આત્મવિલોપન

આધેડ પત્ની સંતાનો સાથે આત્મહત્યા (Suicide) કરવા માંગતો હતો

આ બનાવને લઈને મૃતકની પત્ની અને તેની પુત્રીઓનું કહેવું છે કે તેઓ અમને હેરાન (Harrasment) કરતાં હતા. તેના કારણે અમે અમારા મામાના ઘરે ચાલ્યા ગયા હતા. તેઓ અમને મારી નાખવાની અને પોતે મરી જવાની ધમકી આપતા હતા. મૃતક સંતોષભાઈ અમને કહેતા હતા કે આપણે બધા મરી જઈએ. તેમના આ વર્તનના કારણે અમે પોલીસ કમિશ્નરને 15 દિવસ પહેલા અરજી પણ આપી હતી અને જણાવ્યું હતું કે તેમના કારણે અમારા જીવને જોખમ છે. તેઓ અમારી પાસે વારંવાર રૂપિયા માંગતા હતા, અમે ક્યાંથી રૂપિયા લાવીએ. તેમના આ વર્તનથી કંટાળીને અમે અમારા મામાના ઘરે જતાં રહ્યા હતા. તેના પછી તેઓ અમારા મામાના ઘરે આવીને આત્મવિલોપન કર્યુ. વાસ્તવમાં તો તેઓ અમને બધાને લઈને મરી જવા માંગતા હતા, પરંતુ અમે બચી ગયા.

Suicide સુરતમાંઃ ઘરકંકાસના લીધે સંતોષે કર્યુ આત્મવિલોપન
Suicide સુરતમાંઃ ઘરકંકાસના લીધે સંતોષે કર્યુ આત્મવિલોપન

મૃતકની પત્ની-સંતાનોએ પોલીસ કમિશ્નરને અરજી કરી હતી

મૃતકની પત્નીએ પણ દીકરીની વાતમાં સૂર પુરાવતા જણાવ્યું હતું કે તેઓ અમારી પાસે સતત રૂપિયા માંગતા હતા, પણ અમારી પાસે દર વખતે થોડા હોય. મારી પુત્રીઓ પણ કમાઈને રૂપિયા આપતી હતી તો પણ તેમને રૂપિયા ઓછા પડતા હતા. તેના માટે તેઓ અમારી સાથે ઝગડો કરતા હતા અને એલફેલ બોલતા હતા. તેઓ ક્યારેય કહેતા ન હતા કે રૂપિયા શેના માટે જોઈએ છે, પરંતુ બસ માંગતા હતા.

મૃતક આધેડની બહેનોનો દાવો મારા ભાઈને મારી નાખ્યો

મૃતકની બહેને જણાવ્યું (Allegation) હતું કે પત્ની અને પુત્રીઓ ભેગા થઈને અમારા ભાઈને મારી નાખ્યો. તેમણે જણાવ્યું હતું કે મારા ભાઈને તેમની પત્ની અને પુત્રીઓ હેરાન (Harrasment) કરતી હતી. તેને સવારની ચા પણ હખેથી પીવા દેતી ન હતી, તે સમયે પણ ઝગડો કરતી હતી. મારો ભાઈ રીક્ષા ચલાવીને પૂરુ કરતો હતો. તેણે ફક્ત રીક્ષા રીપેરિંગ માટે સાત હજાર રૂપિયા માંગ્યા હતા. હવે જો રીક્ષા રીપેર થાય તો તે રીક્ષા ચલાવીને ઘરનુ પૂરુ કરેને. હવે રીક્ષા રીપેરિંગના રૂપિયા પણ તેઓએ ન આપ્યા. તેમની આ સતત હેરાનગતિથી કંટાળીને મારા ભાઈએ જાતે સળગી જઈ જીવ દઈ દીધો.  તેમનો સગો પુત્ર તેમને ઘરની બહાર નીકળી જા તેમ કહેતો હતો. પુત્ર અને પુત્રીઓ પિતા સાથે તુ-તારી કરીને વાતો કરતાં હતા અને તેમનું અપમાન કરતા હતાં.

Suicide સુરતમાંઃ ઘરકંકાસના લીધે સંતોષે કર્યુ આત્મવિલોપન
Suicide સુરતમાંઃ ઘરકંકાસના લીધે સંતોષે કર્યુ આત્મવિલોપન

ઉલ્લેખનીય છે કે આ પહેલા આત્મહત્યાના બનાવમાં સુરત શહેરના જાણીતા બિલ્ડર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી નામ ગણાતા તુષાર ઘેલાણીના આપઘાત કેસે સુરતમાં ખળભળાટ મચાવ્યો છે. આ કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તુષાર ઘેલાણીની મહિલા મિત્ર વિરુદ્ધ દુષ્પ્રેરણા (આત્મહત્યા માટે મજબૂર કરવા) નો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

ઘટનાની વિગત મુજબ, તુષાર ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પોતાના નિવાસસ્થાને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી મગજના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેમને મહાવીર હોસ્પિટલ ખસેડાયા હતા. નિષ્ણાત તબીબોની ટીમે 5 દિવસ સુધી તેમને બચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હોવાથી તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તુષાર ઘેલાણીના અવસાન બાદ તેમના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરિવારની ફરિયાદના આધારે ઉમરા પોલીસે તપાસ તેજ કરી હતી. જોકે, શરૂઆતમાં મહિલા મિત્રએ પણ પોલીસમાં અરજી આપી હતી, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં સામે આવ્યું કે મહિલા મિત્રની સંડોવણી જણાતા પોલીસે તેની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું એક ખૂબ જ મોટું અને આદરણીય નામ હતું. તેમનું ‘ઘેલાણી ગ્રુપ’ વર્ષ 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સતત સક્રિય છે અને તેમની મુખ્ય ઓફિસ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા જોલી કોમ્પ્લેક્સમાં સ્થિત છે. તેઓ ખાસ કરીને સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને અતિ આધુનિક લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સના નિર્માણ માટે જાણીતા હતા અને આ ક્ષેત્રમાં તેમણે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી. પોલીસે હવે આ કેસમાં મહિલા મિત્રની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આપઘાત પાછળના ચોક્કસ કારણો અને બિલ્ડરને માનસિક ત્રાસ આપવા પાછળના તથ્યો હવે તપાસમાં બહાર આવશે.


આ પણ વાંચો: સુરતમાં ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે કર્યો આપઘાત

આ પણ વાંચો: સુરત કારોબારમાં નિષ્ફળતાના પગલે યુવકની આત્મહત્યા

આ પણ વાંચો: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત