ગુજરાત/ આંદોલનકારીઓ કરશે આજે વિધાનસભાનો ઘેરાવ,પોલીસ એલર્ટ,સરકારી કર્મચારી સંકલન સમિતિનો ટેકો

ગુજરાતમાં આજે બે દિવસ માટે વિધાનસભા સત્ર યોજાવનાનો છે ત્યારે હાલ સરકારી વિભાગના જુદા જુદા કર્મચારી સંગઠનો પોતાની પડતર માંગો માટે સરકાર સામે મેદાને પડ્યા છે

Top Stories Gujarat
  • આજે ગુજરાત વિધાનસભાનો કર્મીઓ કરાશે ઘેરાવ
  • વિધાનસભા કૂચને સરકારી કર્મચારી સંકલન સમિતિનો ટેકો
  • ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
  • આંદોલનકારી નેતાઓ પર પોલીસ-IBની નજર
  • આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ
  • 23મી સપ્ટેમ્બરે કેન્ડલમાર્ચ યોજાશે
  • આગામી 9મી ઓકટોબરે દિલ્હીમાં થશે દેખાવો
  • જૂની પેન્શન યોજના સહિત વિવિધ મુદ્દે કર્મીઓ મેદાનમાં
  • સરકારી કર્મચારીઓ સરકાર સામે યોજશે દેખાવો

ગુજરાતમાં આજે બે દિવસ માટે વિધાનસભા સત્ર યોજાવનાનો છે ત્યારે હાલ સરકારી વિભાગના જુદા જુદા કર્મચારી સંગઠનો પોતાની પડતર માંગો માટે સરકાર સામે મેદાને પડ્યા છે, હવે આંદોલનકારીઓ વિધાનસભા ઘેરાવ કરવાની તૈયારીમાં  છે. વિધાનસભા કૂચ કરવા માટે કર્મચારી સંકલન સમિતિએ ટેકો જાહેર કર્યો છે. હાલ ગાંધીનગરમાં આંદોલન કર્મચારીઓએ પડાવ નાંખ્યો છે,જેના લીધે પાટનગર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયો છે. આ આંદોનકારી નેતા ઓ પર આઇબી નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓ સરકાર પર દબાણ લાવવા માટે વિધાનસભા કૂચ કરશે અને 23 સપ્ટેમ્બરે કેન્ડલમાર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 9 ઓકટોબરે દિલ્હીમાં પણ પ્રદર્શન કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના સહિતના વિવિધ મુદ્દે કર્મચારીઓ સરકાર સામે  પડ્યા છે.