નેપાળમાં ભારતના રાજ્દૂર વિનય મોહન કવાત્રાને સોમવારે નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હર્ષવર્ધન શ્રુગલાનું સ્થાન લેશે. વર્તમાન વિદેશ સચિવ હર્ષવર્ધન આ મહિનાના અંતમાં નિવૃત થઇ રહ્યા છે. કર્મચારી મંત્રાલય પાસેથી આ માહિતી મળી છે. મંત્રાલયે 1988 બેચના ભારતીય વિદેશ સેવા (આઈએફએસ)નાં અધિકારી કવાત્રાની નિયુક્તિની જાહેરાત કરતા કહ્યું હતું કે ૩૦ એપ્રિલે વિદેશ સચિવનો કાર્યભાર સંભાળશે. મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ કવાત્રાની નિયુક્તિને મંજુરી આપી દીધી છે.
વર્ષ 2020માં નેપાળમાં નિયુક્ત થયા પહેલા કવાત્રાએ ઓગસ્ટ 2017 થી ફેબ્રુઆરી 2020 સુધ્ડી ફ્રાન્સમાં ભારતના રાજદૂતનાં રૂપમાં કાર્ય કર્યું હતું. તેમને ૩૨ વર્ષોની તેની સેવા દરમિયાન ઓક્ટોમ્બર 2015થી ઓગસ્ટ 2017 સુધી વડાપ્રધાન કાર્યાલયમાં સયુંકત સચિવનું પદ પણ સંભાળ્યું હતું. 1988 બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસ (આઇએફએસ)ના અધિકારી કવાત્રા વોશિંગ્ટન અને બૈજીંગમાં ભારતનાં રાજનિયક મિશનમાં જુદા જુદા પદ ઉપર કામ કરી ચુક્યા છે.
કવાત્રાએ જુલાઈ અને ઓક્ટોમ્બર 2015 દરમિયાન વિદેશ મંત્રાલયનાં નીતિ નીયોજન અને અનુસંધાન ડીવીઝનનું નેતૃત્વ કર્યું અને ત્યારબાદ વિદેશ મંત્રાલયમાં અમેરિકા ડીવીઝનનાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. જ્યાં તેઓએ અમેરિકા અને કેનેડા સાથે ભારત સાથે જોડાયેલા વિષયો તેઓ સાંભળતા. કવાત્રા ફ્રેન્ચ ભાષા જાણે છે તો જીનીવામાં તેને ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો ઉઅપર ડીપ્લોમાં કર્યું છે.
આ પણ વાંચો : ગુજરાત સરકાર શહેરોમાં પશુ નોંધણી બિલ પાછું ખેંચી શકે છે
આ પણ વાંચો : AAPનો દાવોઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેને 58 બેઠકો મળી શકે છે
આ પણ વાંચો :દેશ હવે કોરોના મુક્ત તરફ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 795 કેસ,58 દર્દીઓના મોત
આ પણ વાંચો : રશિયન સૈનિકોનો યુક્રેનિયન મહિલાઓ પર અત્યાચાર, સગીરો પર બળાત્કાર, શરીરે આપ્યા લોખંડના ડામ
