Not Set/ અહેમદ પટેલને જન્મદિવસ પર મળી મોટી ભેટ, બનાવાયા પાર્ટીના નવા ખજાનચી

નવી દિલ્હી, કોંગ્રસના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ટ નેતા એવા અહેમદ પટેલનો મંગળવારે પોતાનો ૬૯મો જન્મદિવસ મનાવી રહ્યા છે, ત્યારે તેઓને કોંગ્રેસ પાર્ટી તરફથી એક મોટી ભેટ આપવામાં આવી છે. રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલની પાર્ટીના નવા ખજાનચી તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટીનું આ પદ વરિષ્ટ નેતા મોતીલાલ વોરા સંભાળતા […]

Top Stories India Trending

નવી દિલ્હી,

કોંગ્રસના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ટ નેતા એવા અહેમદ પટેલનો મંગળવારે પોતાનો ૬૯મો જન્મદિવસ મનાવી રહ્યા છે, ત્યારે તેઓને કોંગ્રેસ પાર્ટી તરફથી એક મોટી ભેટ આપવામાં આવી છે.

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલની પાર્ટીના નવા ખજાનચી તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટીનું આ પદ વરિષ્ટ નેતા મોતીલાલ વોરા સંભાળતા હતા, ત્યારે હવે આ પદ પાર્ટી દ્વારા અહેમદ પટેલને સોપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, મોતીલાલ વોરા પાસેથી આ પદ તેઓની વધતી ઉંમરના કારણે પાછું લેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા અહેમદ પટેલને પાર્ટીના ચેરપર્સન સોનિયા ગાંધીના સૌથી નજીકના માનવામાં આવે છે અને ઘણા વર્ષોથી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે.

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા આનંદ શર્માની પાર્ટીના ફોરેન (વિદેશ) સેલના ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ છે.

મહત્વનું છે કે, રાહુલ ગાંધીના કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અને આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને જોતા પાર્ટીમાં ટોપ લેવલથી લઇ બુથ લેવલ સુધી અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી દ્વારા અહેમદ પટેલની કરવામાં આવેલી વરણી અંગે માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના અધ્યક્ષ વરિષ્ટ નેતાઓ અને યુવાન નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે.

આ પહેલા ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ને હાઈએસ્ટ નિર્ણય લેવા માટેની સંસ્થા જણાવી હતી.

કોંગ્રેસ પાર્ટીની નવી વર્કિંગ કમિટીમાં એ કે એટોર્ની, અહેમદ પટેલ, અંબિકા સોની, મોતીલાલ વોરા, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, આંનદ શર્મા અને કુમારી સીલ્જા જેવા દિગ્ગજ નેતાઓ છે. CWCમાં કુલ ૨૩ મેમ્બર છે.