Mahesana News: મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. તેમા પણ વિજાપુર તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા વિજાપુર જળબંબાકાર થઈ ગયું છે. વિજાપુર શહેરમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. ક્યાંય રસ્તા દેખાતા જ નથી, બધે પાણી જ પાણી છે. વિસનગર અને ખેરાલુમાં પણ ભારે વરસાદ છે. બંને શહેરોમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે.
મહિસાગરમાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ કરાયું છે. તમામ અધિકારીઓને મથકના છોડવા આદેશ અપાયા છે. નિવાસી કલેકટર દ્વારા અધિકારીઓને કરાયા સૂચિત. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી જળ સપાટીમાં વધારો થયો છે. 5061 ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ છે. ડેમમાં પાણીનો જથ્થો 22.25% સંગ્રહિત છે પાણીની આવક થતા ખેડૂતોને થશે ફાયદો થશે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. દાંતીવાડા, પાંથાવાડા, ધાનેરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. પાંથાવાડા, ગુંદરી, ભીલડામાં વરસાદ ખાબક્યો છે. બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. પાલનપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમીરગઢ, દાતા, અંબાજીમાં ભારે વરસાદ છે. જુના બસ સ્ટેન્ડ, ગઠામણ ગેટ પાણી ભરાયા છે. અંબાજી હાઇવે, ધણીયાના ચોકડી પર ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.
પાટણના સિદ્ધપુરમાં વહેલી સવારથી શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ છે. કાકોશી, બીલિયા, ચાટાવાડા,નાગવાસણમાં વરસાદ છે. કલ્યાણા, કુંવારા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કપાસ, એરંડા, કઠોરના પાકને જીવતદાન મળ્યું છે.
આ પણ વાંચો:આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
આ પણ વાંચો:અમદાવાદ વહેલી સવારથી વરસાદથી ભીંજાયુ, ધીમી ધારે સાર્વત્રિક વરસાદ
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં કેવો છે વરસાદ
