Valsad News/ વલસાડ રેલવેમાં ખતરનાક બનાવ: માનસિક અસ્વસ્થ યુવક હાઈટેન્શન વાયર વીજલાઇન પર ચડ્યો

અમદાવાદથી વલસાડ આવતી 19035 ગુજરાત ક્વીન એક્સપ્રેસના એક AC કોચ પર અચાનક એક યુવક હાઈટેન્શન વીજલાઇન પર ચડી ગયો

Gujarat Others
વલસાડ રેલવે સ્ટેશન પર એક યુવક વીજલાઇન પર લટકી ગયો

Valsad News: રવિવારે મધ્યરાત્રિના પોણા એક વાગ્યાના સુમારે વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. અમદાવાદથી વલસાડ આવતી 19035 ગુજરાત ક્વીન એક્સપ્રેસના એક AC કોચ પર અચાનક એક યુવક ચડી ગયો અને ત્યાંથી સીધો 25,000 વોલ્ટની હાઈટેન્શન ઓવરહેડ વીજલાઇન પર લટકી ગયો.

વલસાડ રેલવે સ્ટેશન પર એક યુવક વીજલાઇન પર લટકી ગયો

આ ખતરનાક દૃશ્ય જોતાં જ સ્ટેશન પર હાજર મુસાફરો અને રેલવે સ્ટાફમાં દોડધામ મચી ગઈ. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેણે ટ્રેનના ડબ્બાની છત પરથી હાઈટેન્શન વાયર પકડી લીધા હતા, જેના કારણે કોઈપણ ક્ષણે મોટી દુર્ઘટના બની શકે તેમ હતી.

ટ્રેનની છત પરથી યુવક વીજલાઈન પર લટક્યો

સ્ટેશન પરના રેલવે સ્ટાફે તુરંત જ એલર્ટ થઈને ટ્રેક્શન વિભાગને જાણ કરી અને પ્લેટફોર્મ નંબર-1 અને 2ની વચ્ચેની હાઈટેન્શન વીજલાઇનનો વીજપુરવઠો તાત્કાલિક બંધ કરાવ્યો. આરપીએફ, જીઆરપી અને રેલવેના અન્ય કર્મચારીઓએ યુવકને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો. લગભગ 20-25 મિનિટની મશ્ક્કત પછી યુવકને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યો.

યુવકને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની ઓળખ અને પૂર્ણ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ થયો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, સમયસર વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો ન હોત તો મોટી અનર્થ થઈ શકતો હતો.રેલવેની સતર્કતા અને ટીમવર્કને કારણે એક જિંદગી બચી ગઈ છે. જોકે આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તંત્રની બેદરકારીથી વલસાડ રેલવે સ્ટેશન પર અનાજની સેંકડો ગુણો પલળી

આ પણ વાંચો:મુંબઇથી વલસાડ આવતી પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ: ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ

આ પણ વાંચો:વલસાડમાં વધુ એકવાર રફતારનો કહેર, અજાણ્યા કાર ચાલકે મહિલાને લીધી અડફેટે