રાજયના જુદાં-જુદાં જીલ્લામાં ફરજ બજાવતા 78 હથિયારી પીએસઆઇની પીઆઇ તરીકે રાજય પોલીસ વડા દ્રારા બઢતી કરવામાં આવી છે. હાલમાં બઢતી પામેલા પીએસઆઇઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે.
વિગતો એવી છે કે રાજય પોલીસ વડા દ્રારા આજરોજ મોડીસાંજના સુમારે રાજયના જુદાં-જુદાં જીલ્લામાં ફરજ બજાવતા 78 હથિયારી પીએસઆઇની પીઆઇ તરીકે બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં હર્ષદકુમાર આત્મારામ પટેલ નામના એક પીએસઆઇ સામે સ્પે જજ અમદાવાદની કોર્ટમાં એસીબીના કેસમાં છોડી મુકવાનો હુકમ કરાયેલો છે પરંતુ આ અંગે તેમની સામે સરકારપક્ષે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેથી હાઇકોર્ટના ચુકાદાને બંધનકર્તા રહેવાની શરતે તેમની પીઆઇ તરીકે બઢતી કરવામાં આવી છે
નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા.ત્યારે આજરોજ મોડીસાંજના સુમારે ડીજી ઓફિસ દ્રારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.
