Amreli News/ અમરેલીમાં ₹635 કરોડના કથિત ફ્રોડનો પર્દાફાશ, બે મુખ્ય આરોપીઓ ઓડિશાથી ઝડપાયા

Amreli સાયબર ક્રાઇમે SD Pay અને અપના પે દ્વારા આચરેલા ૬૩૫ કરોડના મહાકૌભાંડમાં મુખ્ય આરોપીઓ ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ઝડપી લીધા છે. પોલીસે અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે.

Top Stories Gujarat Others
Amreli

Amreli Cyber Scam Update: અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે SD Pay અને અપના પે એપ્લિકેશન સાથે જોડાયેલા કથિત મોટા નાણાકીય ફ્રોડની તપાસ તેજ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ મામલે આશરે ₹635 કરોડના ટ્રાન્ઝેક્શનની તપાસ ચાલી રહી છે. કેસના મુખ્ય આરોપીઓમાં ધવલ પટેલ અને હિરેન શાહની ઓડિશાના સંભલપુરથી ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ હાલ 21 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર હોવાનું જણાવાયું છે.

Amreli

આરોપીઓના નામે વાયરલ કરાઈ કથિત ખોટી ઓડિયો ક્લિપ

આ કેસની તપાસ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેમાં હિરેન શાહ મુક્ત થઈ ગયો હોવાનો અને ધવલ પટેલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સાથે કથિત રીતે RBI, કાયદાકીય વ્યવસ્થા અને અન્ય કંપનીઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થયો હતો. અમરેલી(Amreli) એસપી સંજય ખરાતે આ ઓડિયોને ખોટો ગણાવી લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વાયરલ ઓડિયો પાછળના લોકોની પણ તપાસ કરવામાં આવશે.

Amreli

12 લાખથી વધુ ડાઉનલોડ, 3.50 લાખ યુઝર્સનો ડેટા મળ્યો

Amreli પોલીસની તપાસમાં SD Pay એપ્લિકેશનના આશરે 12 લાખ ડાઉનલોડ થયાની માહિતી સામે આવી છે. તેમાંથી લગભગ 3.50 લાખ યુઝર્સનો ડેટા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ ડેટાના આધારે રોકાણકારોની વિગતો અને તેમના ભૌગોલિક વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કંટ્રોલ રૂમ અને અધિકારીઓને અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના ફોન મળ્યા છે, જ્યારે 160થી વધુ ભોગ બનનારાઓના નિવેદનો નોંધાયા હોવાનું જણાવાયું છે.

Amreli

અનેક જિલ્લાઓ સુધી ફેલાયું કથિત નેટવર્ક

તપાસ દરમિયાન આ કેસના તાર અમરેલી (Amreli) ઉપરાંત ગાંધીનગર, સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ભુજ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણા, દાહોદ અને બોટાદ સહિતના જિલ્લાઓ સુધી પહોંચ્યા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક એજન્ટો હજુ પણ ઓનલાઈન ઝૂમ મીટિંગ અને સેમિનાર મારફતે લોકોને નવી યોજનાઓમાં જોડાવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આવા લોકો પર પણ તપાસ એજન્સીની નજર છે. પકડાયેલા આરોપીઓના બેંક ખાતાઓની તપાસ દરમિયાન છેલ્લા આશરે એકથી દોઢ વર્ષમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયાની માહિતી સામે આવી છે.  પોલીસ હવે આ રકમ ક્યાંથી આવી, ક્યાં ટ્રાન્સફર થઈ અને તેમાં કયા લોકો અથવા સંસ્થાઓ સંકળાયેલી છે તેની તપાસ કરી રહી છે. સાથે GST, ઇન્કમ ટેક્સ અને અન્ય નાણાકીય રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે.

Amreli

SIT દ્વારા તપાસ આગળ વધારાઈ

8 સપ્ટેમ્બરે અમરેલી પોલીસે આ કથિત ફ્રોડ નેટવર્ક અંગે માહિતી જાહેર કર્યા બાદ IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે Up Pay, HDP અથવા આવી અન્ય રોકાણ યોજનાઓમાં નાણાં મૂકનારા લોકો આગળ આવી પોતાની ફરિયાદ નોંધાવે. Amreli પોલીસે ઊંચા અને ઝડપી વળતરની લાલચ આપતી ઓનલાઈન રોકાણ યોજનાઓથી સાવચેત રહેવા અને કોઈપણ યોજના તપાસ્યા વિના નાણાં ન લગાવવા અપીલ કરી છે.


આ પણ વાંચો:અમરેલીમાં દોઢ મહિનાથી વરસાદ નહીં, ખેડૂતે 15 વીઘાના ખેતરમાં ગાયો ચરાવી દીધી

આ પણ વાંચો:અમરેલીમાં મેઘમહેર, વડિયા-બાબરા-લાઠી-લીલીયામાં વરસાદથી ખેડૂતોને મોટી રાહત

આ પણ વાંચો:અમરેલીમાં સિંહણનો હુમલો, ખેત મજૂર ઈજાગ્રસ્ત