Solo Trip Tips : આજકાલ એકલા પ્રવાસ કરવાનો એટલે કે સોલો ટ્રીપ (Solo Traveling) નો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. પોતાની મરજી મુજબ ફરવાની આઝાદી, નવા લોકોને મળવું અને પોતાની સાથે સમય વિતાવવો લોકોને પસંદ પડી રહ્યો છે. જોકે, એકલા ફરતી વખતે થોડી પણ બેદરકારી તમારી સફરનો આનંદ બગાડી શકે છે. જો તમે પહેલીવાર એકલા પ્રવાસ કરી રહ્યા હોવ, તો કેટલીક મહત્વની સાવચેતીઓ રાખવી અત્યંત જરૂરી (SafetyTips) છે.
પ્રવાસ શરૂ કરતાં પહેલાં આ બાબતોનું રાખો ધ્યાન
તમે જે જગ્યાએ જવાના હોવ ત્યાંનું વાતાવરણ, પરિવહન સાધનો અને આસપાસના વિસ્તાર અંગે અગાઉથી માહિતી મેળવી લો. નવી જગ્યાએ રાત્રે પહોંચવાને બદલે હંમેશા દિવસે જ પહોંચવાનો પ્લાન બનાવો.હોટેલ બુકિંગ, ટિકિટ અને ઓળખપત્રના ફોટો ફોનમાં સેવ રાખવા સાથે તેની ઓનલાઈન કોપી પણ સાચવો. એકલા પ્રવાસમાં બને તેટલો ઓછો (TravelGuide)સામાન સાથે રાખો
અજાણ્યા લોકો અને સુરક્ષા પ્રત્યે સાવચેતી
સફર દરમિયાન નવા લોકોને મળવું સારું છે, પરંતુ પોતાની અંગત વિગતો, હોટેલનો રૂમ નંબર કે આગળની ટ્રીપનો પ્લાન કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરો.રાત્રિના સમયે એકલા સૂમસામ વિસ્તારોમાં જવાનું ટાળો. કેબ કે ઓટો બુક કરતી વખતે ડ્રાઈવર અને વાહનની વિગતો ચકાસી લો.
Solo Traveling : પરિવાર સાથે સંપર્ક અને લાઈવ લોકેશન
તમારા પરિવાર કે નજીકના મિત્રને હોટેલનું સરનામું, ટ્રાવેલ શિડ્યુલ અને લાઈવ લોકેશન શેર કરતા રહો. દિવસમાં ઓછામાં ઓછું એકવાર તમારી સ્થિતિ વિશે જાણ કરો.ફોન બંધ ન થઈ જાય તે માટે હંમેશા ચાર્જ્ડ પાવર બેંક સાથે રાખો. વધારે પડતી કેશ રાખવાને બદલે ડિજિટલ પેમેન્ટ કે કાર્ડનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે.
આ પણ વાંચો :આકાશી સફર અને અદ્ભુત રોમાંચ! ભારતના આ 5 ઉત્તમ સ્થળો સાહસપ્રેમીઓ માટે છે સ્વર્ગ સમાન; જુઓ લિસ્ટ
આ પણ વાંચો :વિદેશીઓએ દિલ્હીને આપ્યો ‘ઝીરો’ સ્કોર! મુંબઈને ગણાવ્યું વિદેશી પ્રવાસીઓ માટે બેસ્ટ શહેર, જાણો સરખામણીનું કારણ
આ પણ વાંચો :ચોમાસામાં ભૂલથી પણ ના જતાં ભારતની આ 7 પ્રખ્યાત જગ્યાઓએ; લેન્ડસ્લાઇડ અને ફ્લેશ ફ્લડનો મોટો ખતરો
