Travel News/ 7 ટાપુઓને જોડીને બ્રિટિશરોએ કેવી રીતે બનાવ્યું આજનું મુંબઈ? જાણો અદભુત ઇતિહાસ

‘સપનાઓનું શહેર’ Mumbai કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? કોલાબા, વરલી અને માહિમ સહિતના 7 ટાપુઓને જોડીને બ્રિટિશરોએ કેવી રીતે બનાવ્યું આ મહાનગર? જાણો દહેજથી લઈને ડેવલપમેન્ટ સુધીનો રસપ્રદ ઇતિહાસ.

Trending Tips & Tricks Lifestyle
Mumbai

Mumbai Seven Islands:  મોટાભાગના ભારતીયો માટે મુંબઈ (Mumbai) એ તેમના સપનાઓનું શહેર છે. કોઈના માટે આ કલાનગરી છે, તો કોઈ માટે બોલિવૂડની ગ્લેમરસ સિટી. અહીંના ઐતિહાસિક મંદિરો, દરિયાકિનારા અને મોડર્ન લાઇફસ્ટાઇલ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. મુંબઈને આજે ‘ભારતનું મેનહટન’ પણ કહેવામાં આવે છે. તમે ભલે ઘણીવાર મુંબઈ ફરવા ગયા હશો, પરંતુ શું તમે જાણો છો કે આ વિશાળ મહાનગર અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું? આ શહેરના નિર્માણ પાછળ બ્રિટિશરોની બહુ મોટી અને રસપ્રદ ભૂમિકા રહેલી છે. ચાલો જાણીએ સાત ટાપુઓમાંથી મહાનગર બનવા સુધીની મુંબઈની સફર.

Mumbai

સાત ટાપુઓનું સમૂહ એટલે મુંબઈ

આજના આધુનિક મુંબઈનો નકશો પહેલાં આવો ન હતો. નવાઈની વાત એ છે કે ખુદ મુંબઈવાસીઓ પણ એ વાતથી અજાણ છે કે મુંબઈ અગાઉ અરબી સમુદ્રમાં છૂટાછવાયા સાત અલગ-અલગ ટાપુઓ (Seven Islands) નો સમૂહ હતું. આ સાત ટાપુઓ હતા— માહિમ, વરલી, પરેલ, મઝગાંવ, બોમ્બે, લિટલ કોલાબા અને કોલાબા. આજે આ તમામ ટાપુઓ મુંબઈના મુખ્ય અને પોશ વિસ્તારો બની ચૂક્યા છે, જ્યાં અત્યારે મોટી મોટી ગગનચુંબી ઇમારતો ઊભી છે.

Mumbai

સાત ટાપુઓની ઐતિહાસિક ઓળખ

કોલાબા અને લિટલ કોલાબા: આ બંને ટાપુઓ અગાઉ કોળી માછીમારોનું મુખ્ય મથક હતા. આજે કોલાબા મુંબઈનું પ્રખ્યાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશન (ગેટવે ઓફ ઇન્ડિયા પાસે) અને શોપિંગ હબ છે.

બોમ્બે (બ્રિટિશ બોમ્બે): આ મૂળ ટાપુ હતો જ્યાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનો પહેલો કિલ્લો અને મુખ્ય બંદર બનાવ્યું હતું. આ જ વિસ્તાર આજે સાઉથ મુંબઈ તરીકે ઓળખાય છે.

મઝગાંવ: આ ટાપુ પર પોર્ટુગીઝો અને બ્રિટિશરો બંનેએ લાંબો સમય શાસન કર્યું. આજે તે મુંબઈનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને શિપિંગ પોર્ટ છે.

પરેલ અને વરલી: પરેલ ટાપુ પર અગાઉ અનેક મિલો હતી, જ્યારે વરલી એ બોમ્બેનો ઉત્તર-પશ્ચિમ ટાપુ હતો. આજે આ બંને વિસ્તારો મુંબઈના સૌથી પોશ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હબ (વરલી સી-લિંક) છે.

માહિમ: આ સૌથી ઉત્તરનો ટાપુ હતો. આજે માહિમ તેના ઐતિહાસિક દરગાહ, ચર્ચ અને ફોર્ટ માટે જાણીતું છે.

Mumbai

બ્રિટિશરોનો એ મહાકાય પ્રોજેક્ટ

વર્ષ 1782 માં બ્રિટિશરોએ આ સાતેય ટાપુઓને એકબીજા સાથે જોડવાનું દુનિયાનું સૌથી મોટું અને મહત્વાકાંક્ષી ભૌગોલિક કામ શરૂ કર્યું. આ પ્રોજેક્ટને ‘હોર્નબી વેલાર્ડ’ (Hornby Vellard) નામ આપવામાં આવ્યું હતું. તે સમયના ગવર્નર વિલિયમ હોર્નબીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત સાતેય ટાપુઓની વચ્ચે સમુદ્રમાં રહેલી પાણીની જગ્યાઓ પર રેતી, પથ્થરો અને માટી ભરીને (Land Reclamation) જમીન બનાવવામાં આવી. અંદાજે 1,00,000 પાઉન્ડના ખર્ચે શરૂ થયેલો આ પ્રોજેક્ટ 1838 માં પૂરો થયો અને તમામ સાત ટાપુઓ જોડાઈને એક સળંગ જમીન (આજનું મુંબઈ) બની ગયા.

Mumbai

જ્યારે Mumbai દહેજમાં અપાયું!

મુંબઈના(Mumbai) ઇતિહાસની બીજી એક અત્યંત રસપ્રદ વાત એ છે કે વર્ષ 1662 સુધી આ સાતેય ટાપુઓ પર પોર્ટુગીઝોનું શાસન અને કબજો હતો. વર્ષ 1661 માં ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગલની રાજકુમારી કેથરીન ઓફ બ્રાગાન્ઝા (Catherine of Braganza) સાથે થયા. આ લગ્નમાં પોર્ટુગીઝોએ રાજા ચાર્લ્સને દહેજ (Dowry) તરીકે આખું ‘બોમ્બે'(Mumbai) શહેર આપી દીધું હતું! ત્યારબાદ 1668 માં રાજાએ આ શહેર 10 પાઉન્ડના વાર્ષિક ભાડા પર બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપી દીધું, અને ત્યાંથી મુંબઈના (Mumbai)ઔદ્યોગિક વિકાસની શરૂઆત થઈ.


આ પણ વાંચો:  ભારતની આસ્થા અને પર્યટનનો સંગમ: 5 રાજ્યોમાંથી પસાર થતી ગંગા નદીની અદભૂત સફર

આ પણ વાંચો: ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ

આ પણ વાંચો: દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં પક્ષીઓ માટે બને છે પાસપોર્ટ, માણસોની જેમ ફ્લાઈટમાં કરે છે મુસાફરી