Gandhinagar News/ 77 નગરપાલિકામાં ભાજપાની વરણી પૂર્ણ

ભારતીય જનતા પાર્ટી (BJP)ને 84 માંથી 77 નગરપાલિકાઓમાં જનતાએ જવાબદારી સોંપી છે

Gujarat Gandhinagar
ગુજરાત પ્રદેશ ભાજપા (BJP) મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં જનતાના આશીર્વાદથી ભાજપાનો પ્રચંડ વિજય થયો છે

Gandhinagar News : ગુજરાત પ્રદેશ ભાજપા (BJP) મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં જનતાના આશીર્વાદથી ભાજપાનો પ્રચંડ વિજય થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો ઉપલબ્ધ કરાવવાની કાર્યસંસ્કૃતિ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ કરેલા પરિશ્રમના ફળસ્વરૂપ ભાજપા તરફી આ ભવ્ય પરિણામ પ્રાપ્ત થયું છે.

All NP_Team_LBE-2026 (1)

 

 

ભારતીય જનતા પાર્ટી (BJP)ને 84 માંથી 77 નગરપાલિકાઓમાં જનતાએ જવાબદારી સોંપી છે ત્યારે ભાજપા દ્વારા બહુમતી મેળવેલ નગરપાલિકાઓમાં ચુંટાયેલા જનપ્રતિનિધિઓ માંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડક સહિતના પદો માટે નિયુક્તિઓ કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી આ અખબારી યાદી સાથે જોડેલ છે.

ભાજપા (BJP) પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નગરપાલિકાઓમાં ચુંટાયેલા ભાજપાના સૌ જનપ્રતિનિધિઓને જનતાએ ભાજપા ઉપર મુકેલા વિશ્વાસને ચરિતાર્થ કરી ગુજરાતની અવિરત વિકાસયાત્રાને આગળ વધારવા યોગદાન આપવા તથા સતત જનતા વચ્ચે રહી જનતા માટે કાર્યરત રહેવા આહ્વાન કર્યું છે.


આ પણ વાંચો : ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં નવા મેયર-ડેપ્યુટી મેયરના નામો 19 તારીખે જાહેર થઈ શકે

આ પણ વાંચો : રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ વર્ષે 600-700 કરોડથી વધુ રકમનું પેટ્રોલ-ડીઝલ પાછળ કરે છે આંધણ

આ પણ વાંચો : ખેડાની ચકલાસી નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે વિખવાદ, રિચાર્જ બોર મામલે વિવાદ ગરમાયો