હળવદમાં મોત/ હળવદના ઘનશ્યામ ગઢના તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

હળવદના ઘનશ્યામગઢ ગામના તળાવમાં નહાવા પડેલા બોરડી ગામના યુવાનનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે યુવાન ડૂબી ગયાની જાણ હળવદ મામલતદારને કરતાં આ અમારામાં ન આવે તેવું કહી ઉદ્ધતાયભર્યું વર્તન કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

Top Stories Gujarat Others

@બળદેવ ભરવાડ

  • યુવાન ડૂબી ગયાની જાણ મામલતદારને કરતાં અમારામાં ન આવે તેવું કહી ઉદ્ધતાયભર્યું વર્તન કર્યું

હળવદ : હળવદના ઘનશ્યામગઢ ગામના તળાવમાં નહાવા પડેલા બોરડી ગામના Halvad-Death યુવાનનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે યુવાન ડૂબી ગયાની જાણ હળવદ મામલતદારને કરતાં આ અમારામાં ન આવે તેવું કહી ઉદ્ધતાયભર્યું વર્તન કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ પાસે Halvad-Death આવેલ સ્મશાન નજીકના તળાવમાં યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.જેમાં હળવદ તાલુકાના બોરડી ગામના અને મજૂરી કામ માટે ઘનશ્યામગઢ આવેલા પ્રવીણભાઈ બચુભાઇ (ઉ.વ.40) નામનો યુવાન આજે ઘનશ્યામગઢ ગામ પાસે આવેલ સ્મશાન નજીકના તળાવમાં નહાવા પડતા તેનું ડૂબી જવાથી મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં ટિકર ગામના તરવૈયા થતા અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડિયા,ગણેશભાઈ પટેલ સહિતનાએ તળાવમાંથી યુવાનની લાશ બહાર કાઢી હતી.જો કે આ યુવાન સવારે 11 વાગ્યે ડૂબી ગયો હોય ત્યારે આ બનાવની મામલતદારને જાણ કરવામાં આવી હતી.સાથે જ ટિકર ગામના જિલ્લા પંચાયતના સદસ્યએ પણ ફોનમાં જાણ કરી હતી.પણ મામલતદારે યોગ્ય જવાબ આપવાને બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરી Halvad-Death આ અમારામાં ન આવે તેવું કહી એક જનતાના પ્રતિનિધિને પણ યોગ્ય જવાબ ન આપી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.

 

આ પણ વાંચોઃ Video/સલામત સવારી ST હમારી, નીચે પડો તો જવાબદારી તમારી, ધ્રોલ-જોડિયા જતી બસમાંથી બે વિદ્યાર્થી રોડ પર પટકાયા

આ પણ વાંચોઃ ધરપકડ/ડમીકાંડમાં SIT દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ, 36માંથી 8 આરોપીઓની કરવામાં આવી ધરપકડ

આ પણ વાંચોઃ ગુજરાત/સુરત બન્યું ગુજરાતનું ક્રાઇમ કેપિટલ, કાકા દ્વારા જ કરાઈ ભત્રીજાની હત્યા

આ પણ વાંચોઃ ગુજરાત/જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

આ પણ વાંચોઃ ગુજરાત/સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીરના દર્શન કરી ધન્યતા અનુભવતા તમિલ બંધુઓ