Not Set/ વલસાડ: એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, અફરાતફરીનો માહોલ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ફણસા ગામે માંગેલવાડમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગની ઘટના બની હતી. એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સિલિન્ડર બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અને ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આગને કાબુમાં લેવા વાપી ફાયર […]

Top Stories Gujarat Others

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ફણસા ગામે માંગેલવાડમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગની ઘટના બની હતી. એક સાથે ત્રણ ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જો કે સિલિન્ડર બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અને ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આગને કાબુમાં લેવા વાપી ફાયર ફાયટર, સરીગામ ફાયર ફાયટરને બોલાવવામાં આવતા ફાયર વિભાગે આગને સંપૂર્ણ કાબુમા લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઇ હતી.