બિનસચિવાલય પરીક્ષામાં ગેરીરીતી મુદ્દે વોધ્યાર્થીઓ હવે લડાયક બન્યા છે. અને સરકાર સામે પૂરી તાકાત થી લડી લેવાના મુડમાં દેખાઈ રહ્યા છે. ગાંધીનગર ખાતે છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ આવી ઠંડીમાં પણ આખી રાત જાગીને ધારણામાં જોડાયા છે ત્યારે હવે ગુજરાતના દરેક જીલ્લામાં આ અંદોલન વેગ પકડી રહ્યું છે.
ગાંધીનગરની સાથે વડોદરા ખાતે પણ વિદ્યાર્થી પોતાના હક્ક માટે બહાર આવ્યા છે. ગુજરાતના મોટા ભાગના જીલ્લામાં બિનસચિવલય ઉમેદવારો પોતાના હક્કની લડાઈ માટે જાગૃત બન્યા છે અને સરકાર વિરુદ્ધ બાયો ચડાવી છે. બરોડા , જામ ખમભાળિયા , ધ્રાંગધ્રામાં યુવાનો રસ્તા પર આવ્યા છે. અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર પોકાર્યા છે.અને ન્યાયની માંગણી કરી છે.
તો સાબરકાંઠામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા કલેકટર ને આ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તો મહેસાણા માં પણ યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે. અને રેલી અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા છે.
બિનસચિલવાય પરીક્ષા મામલે મહેસાણા માં વિદ્યાર્થીઓ એ યોજી રેલી હતી. મહેસાણા માં વિજય રૂપાણી હાય હાય તેમજ નીતિન પટેલ હાય હાય ના નારા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા નારા લગાવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
