- ઈઝરાયલના PM આવશે ભારત
- નફ્તાલી બેનેટ 2 એપ્રિલે ભારત આવશે
- રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બેનેટની ભારત યાત્રા
ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ 2 એપ્રિલે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. નફ્તાલી બેનેટે કહ્યુ છે કે ભારત અને ઈઝરાયલની વચ્ચે સંબંધ પરસ્પર સાર્થક સહયોગ પર આધારીત છે. વડાપ્રધાન નફ્તાલી બેનેટે કહ્યુ છે કે તે બંને દેશોની વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ભારતની મુલાકાત કરશે. આ મુલાકાતનો ઉદેશ્ય બંને દેશોની વચ્ચે ઈનોવેશન અને ટેક્નોલોજી, સિક્યોરિટી અને સાઈબર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે.
આ સિવાય મુલાકાતનો ઉદેસ્ય કૃષિ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગનું વિસ્તરણ કરવાનો પણ છે. ઈઝરાયલના વડાપ્રધાનના વિદેશી મીડિયા સલાહકારે એક નિવેદનમાં કહ્યુ છે કે વડાપ્રધાન નફ્તાલી બેનેટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ પર શનિવારે 2 એપ્રિલ 2022ના રોજ ભારતની પોતાની પહેલી સત્તાવાર મુલાકાત કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓની પહેલી મુલાકાત ગત ઓક્ટોબરમાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલનથી અલગ થઈ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેનેટને ભારતની સત્તાવાર યાત્રા માટે આમંત્રિત કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ યાત્રા દેશો અને નેતાઓની વચ્ચે મહત્વપૂર્ણ સંબંધોની પુષ્ટિ કરશે. તેની સાથે જ ઈઝરાયલ અને ભારતની વચ્ચે સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠને પણ ચિન્હિત કરશે. નફ્તાલી બેનેટે પોતાની ભારત યાત્રાને લઈને ખુશી વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે તેઓ 2 એપ્રિલથી 5 એપ્રિલ સુધી ભારતની ચાર દિવસની મુલાકાતે આવશે.
અહીં ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે ખુશીથી કહ્યું કે, “મોદીએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોને ફરી શરૂ કર્યા અને તેનું ઐતિહાસિક મહત્વ છે. અમારી બે અનન્ય સંસ્કૃતિઓ – ભારતીય સંસ્કૃતિ અને યહૂદી સંસ્કૃતિ વચ્ચેના સંબંધો ઊંડા છે અને તે ઊંડા પ્રશંસા અને ફળદાયી સહકાર પર આધારિત છે.” તે જ સમયે, ઇઝરાયેલના વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે ભારતીયો પાસેથી ઘણી વસ્તુઓ શીખી શકીએ છીએ અને તે જ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે સાથે મળીને ઈનોવેશન અને ટેક્નોલોજી, સુરક્ષા અને સાયબર, કૃષિ અને ક્લાઈમેટ ચેન્જ સહિતના ક્ષેત્રોમાં અમારો સહયોગ વિસ્તારીશું. અમે ટૂંક સમયમાં ભારત પહોંચવા માટે આતુર છીએ.”
આ પણ વાંચો :રામ દરબાર પર ફર્યું ગહેલોત સરકારનું બુલડોઝર, વીડિયો વાયરલ થતાં આવ્યો રાજકીય ગરમાવો
આ પણ વાંચો : કર્ણાટકમાં ધાર્મિક ગ્રંથ ભગવદ ગીતા ભણાવવાને મામલે ચર્ચા છેડાઇ,જાણો વિગત
આ પણ વાંચો :
