@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ગત તારીખ 27 જુલાઈ ના દિવસે બાયડ માર્કેટ યાર્ડ ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાના અનાવરણ નો કાર્યક્રમ યોજાયો હતો. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ પાટકર પણ હાજર રહ્યા હતા. સાથે જ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સહકારી માળખાના હોદ્દેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત હતા.બાયડ માર્કેટ યાર્ડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ બાયડ ના વારેણા રોડ પર આવેલા શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો ને વેપારીઓ હાજર રહ્યા હતા તેમજ બાયડ તાલુકા ના ભાજપના કાર્યકરો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પણ વાંચો – ઓફલાઇન વર્ગ શરૂ! / ત્રણ રાજ્યોમાં શાળા ખુલવાની શરૂઆત, કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાશે
ઈન્ટરવ્યુ આપી રહેલા મંત્રી ને એવો શુ સવાલ પૂછવામાં આવ્યો કે તેઓ ચાલવા માંડ્યા….
મંત્રી ઈશ્વરસિંહ પટેલ કાર્યક્રમમાં બાદ મીડિયા કર્મીઓ ને ઈન્ટરવ્યું આપી રહ્યા હતા તે દરમ્યાન બાયડ તાલુકાના ડેમાઈ ગામની નાગરિક સહકારી બેન્કની નવી કમિટી ગેરકાયદેસર હોવા બાબતે પ્રશ્ન પૂછવામાં આવતા ઈન્ટરવ્યું આપી રહેલા મંત્રી એ બોલવાનું બંધ કરી આ મેટર વિષે તેઓ અજાણ હોવાનું રટણ કરી કેમેરા સામે થી ખસી જઈ ચલાવ્યા માંડ્યા હતા.
ડેમાઈ નાગરિક સહકારી બેન્કની શુ છે મેટર વિગતે જાણીએ…
ધી ડેમાઈ નાગરિક સહકારી મંડળીમાં કમિટીની ગેરકાયદેસર નિયુક્તિ કરવામાં આવી હોવાની ડેમાઈના ધીરુભાઈ જેઠાભાઈ પટેલે લેખિતમાં ઉચ્ચકક્ષા એ રજુઆત કરી છે.જે પ્રમાણે ડેમાઈ નાગરિક સહકારી મંડળીમાં કમિટીના સભ્યો પૈકીના 7 સભ્યો મંડળીના મુદતવીતી બાકીદાર છે તેમજ વ્યવસ્થાપક કમિટીના એક સભ્ય ને છોડી ને બાકીના સભ્ય વ્યક્તિ રૂ.100 ના શેર ધારક નથી તેમજ અગાઉ ના વર્ષમાં જે વ્યક્તિના નામે 10 હજાર ની ડિપોઝીટ જમા નથી તેવી ફરિયાદ બાદ જિલ્લા રજિસ્ટ્રારે સહકારી બેન્ક ને ના સભ્યો સહકારી માળખાના નીતિનિયમો પ્રમાણે યોગ્યતા ધરાવતા ન હોવાની કારણ દર્શક નોટિસ સહકારી બેન્ક કમિટી ને પાઠવી હતી અને 28 જુલાઈ ના રોજ બન્ને પક્ષો ને અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આવેલી જિલ્લા સેવાસદનની ઓફીસ ખાતે બોલાવ્યા હતા.
આ પણ વાંચો – Tokyo Olympic 2021 / દુતી ચંદ પાસેથી ભારતને મળી નિરાશા, સેમીફાઈનલમાં ન મેળવી શકી જગ્યા
28 જુલાઈ એ બન્ને પક્ષો ને જિલ્લા રજીસ્ટ્રાર ની ઓફિસે બોલાવી રજીસ્ટ્રાર રજા પર જતા રહેતા વિવાદ વધુ વકર્યો…
અરજદાર ની અરજી ના આધારે જિલ્લા રજીસ્ટ્રાર એ બન્ને પક્ષો ને સાંભળવા માટે 28 જુલાઈ ના રોજ મોડાસા જિલ્લા કચેરીએ જિલ્લા રજીસ્ટ્રાર ની ઓફિસે બોલાવ્યા હતા. જોકે અરજદારો સમયસર મુદત માં હાજર થઈ ગયા હતા પરંતુ જિલ્લા રજીસ્ટ્રાર જ રજા પર ઉતરી જતા ડેમાઈ સહકારી બેન્ક નો વિવાદ વધુ વકર્યો હોવાનું સામે આવ્યું છે.
