Not Set/ 41 સોલાર ટ્રી બંધ હાલતમાં, 2 વર્ષમાં મેઇન્ટેનન્સ 20 લાખને પાર પહોંચ્યું

દાંડી ખાતે મહત્વકાંક્ષી સમાન સોલાર ટ્રી પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે હવે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. જ્યાં લોકો માટે તે અનેરું આકર્ષણ સમાન હતો

Ahmedabad Gujarat Trending

દાંડી ખાતે મહત્વકાંક્ષી સમાન સોલાર ટ્રી પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે હવે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. જ્યાં લોકો માટે તે અનેરું આકર્ષણ સમાન હતો તે હવે મેઇન્ટેનન્સનું વટવૃક્ષ થઇ ગયું છે. છેલ્લા બે વર્ષમાં લાખો રૂપિયાનો ખર્ચ તેના રખરખાવ પાછળ થઇ રહ્યો છે.

જવલ્લે જ જોવા મળતો પ્રોજેક્ટમાં હવે ખામી

દાંડી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની હાલત બિસ્માર

દાંડી, નામ લેતાની સાથે જ ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ યાદ આવી જશે. જાન્યુઆરી 2019માં પ્રોજેક્ટને કરોડોના ખર્ચે આકર્ષક રૂપ આપવામાં આવ્યું હતું.  અને પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર હતું.  તેમાંય દાંડી મેમોરિયલમાં આવેલ 41 સોલાર ટ્રી પોતાની ડીઝાઇનને કારણે ઘણું ચર્ચાસ્પદ બન્યું હતું.  જોકે હવે તે જ આકર્ષણના કેન્દ્ર સમાન સોલર ટ્રી કેટલાક સમયથી બંધ થયા છે.  ન માત્ર બંધ થયા છે પરંતુ છેલ્લા 2 વર્ષમાં જ તેના મેઇન્ટેનન્સનો ખર્ચ 20 લાખ રૂપિયા ખર્ચાઇ ગયા છે. ભારતમાં જવલ્લે જ આવો પ્રોજેકટ હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ હાલ તેના ખર્ચાને કારણે ઘણો ચર્ચાસ્પદ બન્યો છે.

A memorial carved in Stone - Nation News - Issue Date: Mar 11, 2019

સોલાર ટ્રીથી વીજ ઉત્પાદનનું નિર્માણ

વીજ ઉત્પાદનનો મેમોરિયલમાં જ ઉપયોગ

દોઢ-મહિનાથી સમગ્ર પ્રોજેક્ટ બંધ હાલતમાં

અનોખા સોલાર ટ્રી મારફત સૂર્યપ્રકાશથી વીજ ઉત્પાદન કરવામાં આવે છે અને તેનો વપરાશ મેમોરિયલમાં કરવામાં આવે છે. જોકે આ સોલાર ટ્રી પ્રોજેકટમાં ચોમાસામાં નુકસાન થયું છે અને અવારનવાર બંધ રહે છે. હાલ પણ દોઢ-બે મહિનાથી પ્રોજેકટ બંધ જેવો જ છે અને ત્યાંથી વીજ મળતી ન હોવાનું જાણવા મળ્યું છે. આ ખોટકાયેલ સોલાર ટ્રી પ્રોજેકટને હવે માત્ર બે વર્ષમાં જ રીપેર અને મેઇન્ટેનન્સ કરવાનો નિર્ણય કરાયો છે અને તેના ખર્ચનો અંદાજ 20.28 લાખ રૂપિયા જેટલો માતબર મુકાયો છે, જે મેઇન્ટેનન્સ કરવા ગુજરાત ટુરિઝમે જાહેરાત પણ બહાર પાડી છે.

Navsarians on Twitter: "Solar trees, Dandi Navsari 2019 Clicked by  @dhruv_surati #Navsari #dandi #surat #photography #navsariphotography  #valsad #bilimora… https://t.co/rUPOhUQWAz"

કેબલ ફોલ્ટની ચર્ચા, ડિઝાઇનમાં ખામી!

સોલાર ટ્રી પ્રોજેકટમાં જે ખામી સર્જાઈ છે તે મુખ્યત્વે કેબલ ફોલ્ટની હોવાનું જાણવા મળે છે. ચોમાસામાં વરસાદી પાણીથી આ મુશ્કેલી સર્જાઈ રહી છે. જોકે ચોમાસામાં વરસાદ પડતો હોય છે તેથી તેના પાણીને ધ્યાને લઇ શું ડિઝાઇન ન બનાવાઈ હતી તેવા અનેક સવાલો સ્થાનિક સ્તરે ચર્ચાઇ રહ્યા છે.