- સીઆર પાટીલે માન્યો વડાપ્રધાનનો આભાર
- PM એ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા માન્યો આભાર
- ટ્વિટ કરી પોતાનો અનુભવ પાટીલે શેર કર્યો
- મારા ચહેરા પરનો થાક વડાપ્રધાને જોઈ મને તાકીદ કરી
- આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં નેચરોપથીની સારવારની તાકીદ કરી
- 10 દિવસની સારવારથી 6 કિલો વજન મારું ઓછું થયું
- મારા સ્વાસ્થ્યની ચિંતા કરનારા વડાપ્રધાનનો આભાર
શુભેચ્છા પાઠવનારા તમામનો આભારી છું
ગુજરાતના ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે, PM મોદીએ સીઆર પાટીલના સ્વાસ્થ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંતર્ગત સીઆર પાટીલે ટ્વિટ કરીને આ અનુભવ શેર કર્યો હતો.સીઆર પાટીલે કહ્યું કે મારા ચહેરા પણ થાક જોયા બાદ મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને આર્યુવેદ ઈન્સ્ટિટ્યૂટમાં નેચરોપથીની સારવારની સલાહ આપી હતી.
વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો જે માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી.
— C R Paatil (@CRPaatil) September 18, 2022
આ નસીહતને ધ્યાનમાં લઇને મે સારવાર લીધી હતી જેમાં મને ખુબ ફાયદો થયો હતો. માત્ર 10 દિવસમાં જ 6 કિલો વજન મારૂં ઓછું થયું,મારા સ્વાસ્થની ચિંતા કરનારા વડાપ્રધાનનો આભાર માનું છું.આ ઉપરાંત તમામ કાર્યકર્તાઓનો પણ હુ આબાર વ્યક્ત કરૂ છું. સીઆર પાટીલે વધુમાં કહ્યું હતું કે આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો અપાયો છે, જેમાં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરાય છે, દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે સાહેબને અભિનંદન.
