ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF) એ મંગળવારનાં રોજ 2018 માં ભારતનો વિકાસ દર 7.3% અને 2019માં 7.4% રહેવાની આશા જણાવી છે. 2017માં ભારતનો વિકાસ દર 6.7% રહ્યો હતો.
ભારતીય અર્થવ્યવસ્થામાં આ સુધારો ઇન્વેસ્ટમેન્ટ વધવાને કારણે થશે. આઇએમએફે જાહેર કરેલાં એક વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રીપોર્ટમાં આ વાત કહી છે. સ્ટ્રક્ચરલ રોફોર્મના કરને ભારતનો મીડીયમ ટર્મ વિકાસ દર 7% રહેવાની સંભાવના છે. જો આ પ્રોજેક્શન સાચું છે તો ભારત ચીનને પાછળ રાખીને આખી દુનિયામાં સૌથી ઝડપી વિકાસ કરનારી અર્થવ્યવસ્થા બની જશે.
રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમણાં જીએસટી, ઇન્ફલેશન ટાર્ગેટીંગ ફ્રેમવર્ક અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ જેવાં સુધારાને કરને ભારતમાં વધુ સારા વિકાર દરની સંભાવના છે. ભારતમાં ઇન્ફલેશન સતત વધી રહ્યું છે. રીપોર્ટ અનુસાર ભારતની પ્રાથમિકતા લોન આપવાનાં નિયમો અને બેંકોના નિયમો રીફોર્મ કરવા. આ ઉપરાંત કોર્પોરેટ સેક્ટરની બેલેન્સ શીટને પણ યોગ્ય કરવાની ભારત કોશિશ કરશે.
